Not Set/ અમદાવાદ/AMCનું બજેટ, 777 કરોડના સુધાર સાથે મંજુર, મિલકત વેરામાં કોઈ વધારો નહિ

વર્ષ 2020-21નું સુધારાવધારા સાથેનું બજેટ રજૂ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે રજૂ કર્યું બજેટ 9685 કરોડનું સુધારા વધારાવાળું બજેટ રજૂ કર્યું સ્ટે. કમિટી ચેરમેને 777 કરોડનો સુધારો સુચવ્યો કમિશનરે 8900.32 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.  અમદાવાદ કોર્પોરેશને વર્ષ 2020-21નું બજેટ મંજૂર કર્યુ છે. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં રૂપિયા 777 કરોડનો વધારો કરવામાં આવ્યો […]

Ahmedabad Gujarat
Untitled 46 અમદાવાદ/AMCનું બજેટ, 777 કરોડના સુધાર સાથે મંજુર, મિલકત વેરામાં કોઈ વધારો નહિ
  • વર્ષ 2020-21નું સુધારાવધારા સાથેનું બજેટ રજૂ
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટે રજૂ કર્યું બજેટ
  • 9685 કરોડનું સુધારા વધારાવાળું બજેટ રજૂ કર્યું
  • સ્ટે. કમિટી ચેરમેને 777 કરોડનો સુધારો સુચવ્યો

કમિશનરે 8900.32 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.  અમદાવાદ કોર્પોરેશને વર્ષ 2020-21નું બજેટ મંજૂર કર્યુ છે. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા અંદાજપત્રમાં રૂપિયા 777 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વધારા સાથે સ્ટેન્ડિંગ ચેરમન દ્વારા વર્ષ 2020-2021નું રૂપિયા 9,685 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

બજેટમાં મ્યુનિસિપલ કમિશ્નરે સુચવેલા વાહન વેરાનો કર યથાવત રાખવામાં આવ્યો છે. તે સિવાય કમિશ્નરના ડ્રાફટ બજેટમાં સુચવાયેલા પ્રોપર્ટી ટેક્સના સુચનને ફગાવવામાં આવ્યા છે. ડ્રાફ્ટબજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો સુચવાયો હતો તે પાછો ખેચવામાં આવ્યો છે અને કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ચૂંટણીને લઈને પણ મિલકત વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

રૂ. 443 કરોડ વિકાસના કામ માટે ફાળવ્યા છે.ચૂંટણીને ધ્યાને લઈને કરવેરા વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં રૂ. 244 કરોડનો વધારો સુચવ્યો હતો તેને ફગાવી દેવાયો હતો અને કરવેરા વિનાનું બજેટ મંજૂર કર્યું છે. કમિશનરે ડ્રાફટ બજેટમાં વાહનવેરો જે પ્રમાણે સુચવ્યો હતો એ જ રાખ્યો છે. શહેરમાં 15 લાખથી ઉપરના વાહન ખરીદનારને 3 ટકા વાહનવેરો ચૂકવવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન