Not Set/ અમદાવાદ: સિવિસ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી, બરોડના ઓપરેશન બાદ મહિલાનું મોત

અમદાવાદ, એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. બુધવારે શબનાબાનું રંગરેજ નામની ઇડગાહની મહિલાનું બરોડનું ઓપેરશન કર્યા બાદમાં સાંજે મોત નિપજ્યું હતું. મહિલાએ ઓપરેશન કર્યા બાદ ભયકંર પીડાની જાણ કરવા છતાં તેની તપાસ ન કરી હોવાનો આક્ષેપ પરિજનોએ કર્યો હતો. આ મામલે પરિવારજનોએ ડોક્ટરો દ્વારા બેદરકારીનો આાક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો […]

Ahmedabad Trending
mantavya 277 અમદાવાદ: સિવિસ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી, બરોડના ઓપરેશન બાદ મહિલાનું મોત

અમદાવાદ,

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. બુધવારે શબનાબાનું રંગરેજ નામની ઇડગાહની મહિલાનું બરોડનું ઓપેરશન કર્યા બાદમાં સાંજે મોત નિપજ્યું હતું.

મહિલાએ ઓપરેશન કર્યા બાદ ભયકંર પીડાની જાણ કરવા છતાં તેની તપાસ ન કરી હોવાનો આક્ષેપ પરિજનોએ કર્યો હતો. આ મામલે પરિવારજનોએ ડોક્ટરો દ્વારા બેદરકારીનો આાક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો.

જ્યારે ડોક્ટરના જણાવ્યા મુજબ તેમણે તમામ પ્રકારની સારવાર આપવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. પઠાણની ચાલીમાં રહેતી 32 વર્ષની પરણિત  શબાના રંગરેજ લોહીમાં  કણો ઓછા થઈ ગયા હોવાના બીમારીના કારણે સોમવારે એડમિટ થયા  હતા..

ત્યારે ડૉક્ટરની ટીમ દ્વારા બુધવારે બરોડનું ઓપરેશનનું કરવામાં આવ્યું જોકે ઓપેરેશન પૂર્ણ કર્યા બાદમાં દર્દીને ભયંકર પીડા થતા ડોક્ટર દ્વારા કોઈ તાપસ કરવામાં આવ્યું નહીં જેના લીધે ઓપેરેશન બાદમાં બેદરકારીથી મોત થયું હોવાનો મરનારના પતિ ઈકબાલ રંગરેજે આરોપ લગાવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઇ ડોક્ટર દ્વારા જણાવ્યું કે દર્દીને બચવાની પુરી કોશિશ કરવામાં આવી હતી તેમજ ઓપરેશન પહેલા પણ પરિવારને આ અંગે જાણ કરી હોવાનું જણાવ્યું હતું.