ગુજરાત/ રામના રંગમાં રંગાયું અમદાવાદ, રામાયણ અને અન્ય પાત્રોના નામ પરથી પુલ અને જાહેર સ્થળો

અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પુલો અને અન્ય જાહેર સ્થળોના નામ ભગવાન રામ અને રામાયણના અન્ય પાત્રો અને મહાકાવ્યમાં….

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પુલો અને અન્ય જાહેર સ્થળોના નામ ભગવાન રામ અને રામાયણના અન્ય પાત્રો અને મહાકાવ્યમાં ઉલ્લેખિત સ્થળોના નામ પર રાખવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. “ભગવાન રામ અને રામાયણના અન્ય પાત્રોના નામ પર 11 હાલના બગીચાઓ, પુલો, તળાવો અને અન્ય જાહેર સ્થળોને નામ આપવાનો પ્રસ્તાવ નિકોલ વિધાનસભા મતવિસ્તાર હેઠળના ઓઢવ અને વિરાટનગર વોર્ડના સ્થાનિક ભાજપ કાઉન્સિલરો દ્વારા લાવવામાં આવ્યો હતો,”

પાર્ટી પ્લોટનું નામ શ્રી રામ પાર્ટી પ્લોટ રાખવામાં આવ્યું  

ભાજપના જગદીશ વિશ્વકર્મા નિકોલ વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાત સરકારમાં સહકાર રાજ્યમંત્રી છે. ઓઢવ ખાતે કોર્પોરેશન હસ્તકના ‘પાર્ટી પ્લોટ’ને હવે શ્રી રામ પાર્ટી પ્લોટ નામ આપવામાં આવ્યું છે, જ્યારે તે જ વિસ્તારમાં રહેણાંક સોસાયટી પાસેના બગીચાને શબરી વાટિકા નામ આપવામાં આવ્યું છે.

લગ્ન જેવા જાહેર કાર્યક્રમોનું આયોજન કરવા માટે પાર્ટી પ્લોટ ભાડે આપવામાં આવે છે. ઓઢવમાં જે અન્ય સ્થળોને નવા નામ આપવામાં આવ્યા છે તેમાં અયોધ્યા ફોરેસ્ટ (બગીચો), લવ-કુશ તળાવ, વાલ્મિકી ઋષિ પુસ્તકાલય અને અર્બુદા દેવી ચોકનો સમાવેશ થાય છે.

અંજના ચોકને અર્બુદા દેવી ચોક નામ અપાશે તો વિરાટ નગરમાં સોનીની ચાલી બ્રિજને રામસેતુ બ્રિજ નામ આપવામાં આવશે. રાજેન્દ્ર પાર્ક બ્રિજને રામરાજ્ય બ્રિજ જ્યારે વિરાટ નગર બ્રિજને વિશ્વકર્મા બ્રિજ નામકરણ કરવામાં આવશે. આપને જણાવીએ કે, અજિત મિલ બ્રિજને લક્ષ્મણ બ્રિજ તેમજ ફુવારા સર્કલને કેસરી નંદન ચોક નામ આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: