Not Set/ ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી નિતિનો ભોગ બની રહી છે ગુજરાતની જનતા : કોંગ્રેસ પ્રવક્તા  જયરાજસિંહ

અમદાવાદમાં દીવાળીના તહેવારો બાદ કોરોનાની જે વિસ્ફોટક સ્થિતિ ઉભી થઈ છે તેની પાછળ માત્ર ને માત્ર સરકારની અનિર્ણાયકતા જ કારણભૂત છે. હમેશા નિર્ણય કરવામાં અવઢવ તથા મોડો અને ઉતાવળો વણ વિચાર્યો નિર્ણય કરી ફેરવી તોળવામાં સરકારે તમામ રેકર્ડ પોતાના નામે કરી લીધા છે.

Top Stories Gujarat
jayrajsinh parmar ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી નિતિનો ભોગ બની રહી છે ગુજરાતની જનતા : કોંગ્રેસ પ્રવક્તા  જયરાજસિંહ

સરકારે હંમશા ” જનરંજ ” નહીં પરંતુ ” જનહિત ” ના નિર્ણયો કરવાની જરૂર હતી -જયરાજસિંહ

ગુજરાત રાજ્યમાં કોરોનાએ માઝા મૂકી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારાઅમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં રાત્રી કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ જાડેજા દ્વારા સરકાર ઉપર આક્ર પ્રહારો કરતી એક પોસ્ટ પોતાના ફેસબુક ઉપર નાખી છે. જેમાં તેમને લખ્યું છે કે, સરકારે હંમશા ” જનરંજ ” નહીં પરંતુ ” જનહિત ” ના નિર્ણયો કરવાની જરૂર હતી

અમદાવાદમાં દીવાળીના તહેવારો બાદ કોરોનાની જે વિસ્ફોટક સ્થિતિ ઉભી થઈ છે તેની પાછળ માત્ર ને માત્ર સરકારની અનિર્ણાયકતા જ કારણભૂત છે. હમેશા નિર્ણય કરવામાં અવઢવ તથા મોડો અને ઉતાવળો વણ વિચાર્યો નિર્ણય કરી ફેરવી તોળવામાં સરકારે તમામ રેકર્ડ પોતાના નામે કરી લીધા છે.

ટેસ્ટિંગ પોલીસી, કોરોન્ટાઈન નીતિ , રથયાત્રા , નવરાત્રિ, શાળાઓ ખોલવી કે નહી , ફી અગેનો વિવાદ જેવા અનેક ઉદાહરણો છે જ્યાં વિજયભાઈ અસમંજસ માં દેખાયા છે. હાઈકોર્ટના હસ્તક્ષેપ સિવાય સરકાર કોઈ નિર્ણય પર આવી જ નથી શકતી એવી છાપ પણ ઉપસી છે. હાલ અમદાવાદમાં કર્ફ્યુ અંગે જે નિર્ણય લેવાયો તેમાં પણ સંકલનનો અભાવ જણાયો. શ્રી રાજીવ ગુપ્તા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ શિક્ષણ મંત્રી શાળાઓ ખોલવા અંગે પ્રેસ વાર્તા કરતા હતા વળી આ બધા વચ્ચે વિજયભાઈને કોઈકે યાદ કરાવ્યુ હશે કે મુખ્યમંત્રી તો આપ છો એટલે રાત્રે રાત્રિ કર્ફ્યુ ને ૬૦ કલાકનો સળંગ રાખવાનો અને શાળાઓ નહી ખોલવાની જાહેરાત કરી પોતાની હાજરી પુરાવી. ઓક્સીજન સપ્લાય મશીન ને સરકાર વેન્ટીલેટર ગણાવી ભટકાડી જઈ શકે એ મુખ્યમંત્રીની વહીવટી ક્ષમતા પર કેટલો ભરોસો કરી શકાય ?

દીવાળીના તહેવારો બાદ આ સ્થિતિ અંગે તબીબી આલમે સરકારને ચેતવી હતી.નવરાત્રિ અંગેના નિર્ણયમાં ગૂંચવાતી સરકારને પણ સ્પષ્ટ વિરોધ દ્વારા અમદાવાદ મેડીકલ એસોશિયેશન દ્વારા નિર્ણાયક રજુઆત થઈ હતી . ભાજપના જ કેટલાક મળતીયા કલાકારોએ સખત વિરોધ કરી સરકારને સાચો નિર્ણય કરવામાં મદદ કરનાર તબીબો સામે સોશીયલ મીડીયામાં એલફેલ લખાણો લખાયા, પત્રિકાઓ વહેચાઈ , આખા મામલાને ધાર્મિક રંગ અપાયો તે આપણે સૌ જાણીએ છીએ. જો તબીબોની વાત સતત ધ્યાને લેવાઈ હોત અને લોકરંજક નિર્ણય કરવાથી કે ધાર્મિક લાગણીઓને પ્રાધાન્ય આપવાથી સરકાર બચી હોત તો આજની સ્થિતિ ઉપસ્થિત ના થાત. જીમ, સ્વીમીંગ પુલ, કલબો કે થીયેટર્સ ખોલવા પાછળ કયો તર્ક હોઈ શકે સમજાતુ નથી. ભાજપના દાતાઓને ખુશ રાખવાના અને ધનસંચય કરવાના હેતુ સિવાય કોઈ ઉદેશ જણાતો નથી. વળી જે ગાઈડલાઈન અમલમાં હતી તેનો કડક અમલ કરાવવામાં પણ સરકાર ઉણી ઉતરી. પોતાની જ કાર માં પરિવાર સાથે નિકળેલાને માસ્ક ના નામે લૂંટવાના અને શટલીયાઓ ધડલ્લે ચાલવા દેવાના આ બેવડી નીતિ જોખમકારક સાબિત થઇ છે. લોકોને પ્રસંગ કરવો હોય તો બસોની સંખ્યા મર્યાદા અને પાટીલ સાહેબના ફુલેકાઓ અને વરઘોડા માટે કોઈ કાયદો નહી. બે રોકટોક માત્ર કાગળ પરના નિયંત્રણ વાળી નિતિ જ કોરોના વિસ્ફોટક સ્તરે છે અને સરકાર ફરી એક વાર ઘોડા છુટ્યા બાદ તાળા મારવા નીકળી છે .

ચૂંટણીઓ કરાવવા માટે અને તહેવારો ઉજવવા માટે આભાસી આંકડાઓની મદદથી ફુલગુલાબી ચિત્ર ઉભુ કરવાનું આ ગંભીર પરિણામ પ્રજા ભોગવી રહી છે. તદુપરાંત બહુમતી પ્રજાને ગમતા પણ નુકશાનકારક નિર્ણય લેવાઈ રહ્યા છે જ્યારે મહામારીથી બચવા જરૂર કડવા ડોઝની છે. ડોકટર્સ મધ ચટાડે તો બીમારી ના મટે એના માટે કડવી દવા જ આપવી પડે આ વાત સરકાર ને પણ એટલી જ લાગુ પડે છે. સરકાર નિર્ણય લેવામાં સતત ઢીલાશ દાખવી કોઈ હાઈકોર્ટે જાય એની રાહ જુએ કાતો કોઈક એવા માથા શોધવામાં લાગે જેના પર ઠીકરૂ ફોડી શકાય. અપ્રિય નિર્ણય માટે ક્યારેક તબીબોને તો ક્યારેક તબલીગીને તો ક્યારેક પરપ્રાંતીય ને જવાબદાર ગણાવી છટકબારી શોધતી સરકાર આ વખતે પ્રજાના માથે ઠીકરૂ ફોડી રહી છે. ભીડ ભેગી થઈ કારણ સરકારે થવા દીધી પણ જવાબદારી માત્ર પ્રજાની. હેલ્મેટ પહેરાવતી ઉતરાવતી અને ફરી પહેરાવતી આ સરકાર ખુદ કન્ફ્યુઝ થાય સાથે સાથે લોકોને કન્ફયુઝ કરે છે. રૂપાણી સરકારે એટલા બધા ” યુ ટર્ન ” લીધા છે કે હવે લોકોનુ મગજ પણ ટર્ન મારી ગયુ છે કે શું કરવુ અને શું ના કરવુ.

અચાનક રાત્રિ કર્ફ્યુનો નિર્ણય સળંગ ૬૦ કલાકમાં ફેરવ્યો પણ હજારો લગ્ન સમારોહ આ જ બે દીવસમા લઈને બેઠેલાઓનું શુ થશે એ નથી વિચાર્યું. હવે ઈવેન્ટ મેનેજર્સ પાર્ટી પ્લોટ વાળાઓનું દબાણ આવશે એટલે વિજયભાઈ ” મને ખબર નથી ” જેવુ તેમનું બ્રહ્માસ્ત્ર છોડી છટકી જશે. શાળા કોલેજો શરૂ થવાના કારણે બુકીંગ કરાવનાર , પીજી ના ભાડા ભરનાર વિધ્યાર્થીઓ નુ શું થશે એ પણ વિજયભાઈ ને ખબર નહી જ હોય. દવાખાનાઓમાં બેડ ઓક્સીજન પ્રયાપ્ત સ્ટાફ તથા દવાઓ અંગે વિજયભાઈને જો ખબર હોય અને નિતિનભાઈ પાસે માહીતી હોય એવી પ્રાર્થના કરીએ બાકી પ્રજા રામભરોસે જ રહેશે .

બજારોમાં થતી ભીડ રોકવાની જવાબદારી કોની હતી? સામાજીક અંતર જળવાય અને માસ્ક વિના લોકો ના ફરે એ જનજાગૃતિ નો પણ વિષય સો ટકા ખરો પણ એનું પાલન ના થાય તો તેને નિયંત્રિત કરવાની જવાબદારી કોની ?  દીવાળી બાદ શાળાઓ ખોલવા તૈયાર બેઠેલી સરકાર અગમચેતી ના પગલા લીધાની વાતો કરે એ માની શકાય ખરૂ ? શાળા સંચાલકોની ફી માટે બાળકોના જીવ જોખમમાં મુકવા જઈ રહેલ સરકાર વિધ્યાર્થીઓની જવાબદારી પણ સંચાલકોના બદલે વાલીઓ ઉપર નાખી રીતસર વહીવટી નાદારી જાહેર કરી રહી હતી. ક્લબોના લાભાર્થે ચાલતી સરકાર ફેરીયાઓ અને નાના વેપારીઓને કનડવામાં વિરતા બતાવી રહી હતી.
હવે રીવર્સ લોકડાઉનની સ્થિતિ ઉભી થઇ છે ત્યારે મધ્યમવર્ગની બદહાલી માટે સરકાર જ જવાબદાર છે.