Ahmedabad/ બર્થ ડે પાર્ટી જવાનું વિચારી રહ્યા છો? તો પહેલા આ વાંચી લો…

બર્થડે પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારનારા પરિવાર સહિત 22ને કોરોના

Ahmedabad Gujarat
a 131 બર્થ ડે પાર્ટી જવાનું વિચારી રહ્યા છો? તો પહેલા આ વાંચી લો...

  • અમદાવાદમાં ચેતવણીરૂપ કિસ્સો આવ્યો સામે
  • બર્થ ડે પાર્ટીમાં 22 લોકોને કોરોના પોઝિટિવ
  • મેજિક કેન્ડલને ફૂંક મારનાર યુવકના પરિવારને કોરોના
  • યુવકની માતાએ કેક ન ખાતા ચેપથી બચી ગયા
  • યુવક કોરોના પોઝિટિવ હોવાથી અજાણ હતો

અમદાવાદમાં દિવસે-દિવસે કોરોનાના કેસ વધતા જઇ રહ્યા છે. આવામાં કોરોના કાળ દરમિયાન શહેરમાં  ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં જન્મ દિવસની ઉજવણીમાં 22 લોકોનો કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ છે.બર્થ ડે સેલિબ્રેશનમાં કેન્ડલને ફૂંડ મારવી જાણે 22 લોકોને ભારે પડી છે. સમગ્ર મામલે વાત કરતા અમદાવાદમાં જન્મદિવસની ઉજવણી કરવા ફ્રેન્ડ્સ ભેગા થયા હતા. જેમા બર્થ ડે બોય જ કોરોના સંક્રમિત હોવાથી અજાણ હતો.

આ મામલે મળતી માહિતી અનુસાર,બર્થડે પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારવાના વારંવાર પ્રયત્નોને કારણે પાર્ટીમાં હાજર 22 પરિવારજનો અને મિત્રોને કોરોના પોઝિટિવ આવ્યો છે. નારણપુરામાં એક પરિવારે સોમવારે બર્થડેની ઉજવણી માટે નજીકના પરિવારજનો અને મિત્રોને બોલાવ્યા હતા. જે યુવકનો બર્થડે હતો તેની માતાએ ઉજવણી અગાઉ કેક કાપવાની અને કેન્ડલને ફૂંક મારવાની ના પાડી હતી, પરંતુ પરિવારના કેટલાક સભ્યો યુવકની મસ્તી કરવા મેજિકલ કેન્ડલ લાવ્યા હતા.