અમદાવાદ/ અસલી નકલીનું કૌભાંડ : બનાવટી દારૂનાં ગૃહઉદ્યોગનો પર્દાફાશ

આ કૌભાંડમાં અને કોણ કોણ સંડોવાયેલું છે તે જાણવા માટે PCB પીઆઇ તરલ ભટ્ટે આરોપી કૃણાલ મચ્છરની પૂછપરછ દરમિયાન અભિષેક મોદી ઉર્ફે અભી નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

Ahmedabad Gujarat
દારૂ

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર કહેવાતા સેટેલાઇટમાં PCBએ ગઈકાલે રાત્રે તવાઈ બોલાવી હતી. જેમાં બાતમીના આધારે પોલીસે હાઈ ફાઈ બ્રાન્ડનો નકલી દારૂ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ઝડપી પાડયો છે.

દારૂ

મળતી વિગત અનુસાર સેટેલાઈટ વિસ્તારનાં માણેકબાગ નજીક આવેલ અભિલાષા એપાર્ટમેન્ટમાં છેલ્લા ત્રણ મહિનાથી નકલી દારૂ બનાવવાનો ખાનગીમાં કારોબાર ચાલતો હોવાનું પીસીબીની તપાસમાં બહાર આવ્યું છે. નકલી દારૂના ગૃહ ઉદ્યોગ પર જ્યારે PCB પીઆઇ તરલ ભટ્ટ અને તેમની ટીમે રેડ કરી ત્યારે મોંઘીદાટ ઈમ્પોર્ટેડ વિદેશી દારૂની બોટલો, ઢાંકણા, ગરણી, હથોડી અને હાઇફાઈ બ્રાન્ડનાં સ્ટીકર્સ સહિતના મુદ્દામાલ સાથે આરોપી કૃણાલ મચ્છરની ધરપકડ કરી છે. ઈમ્પોર્ટેડ બોટલમાં નકલી દારૂ ભરીને આરોપીઓ ઊંચા ભાવે વેચતા હતા. આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો બનાવટી દારૂનું ષડયંત્ર ઝડપાયું નહીં તે માટે આરોપીઓ ખાનગી ડીલેવરી કરતા હતા અને લોકોને છેતરીને મનફાવે તેટલા રૂપિયા પડાવતા હતા. આ કૌભાંડમાં અને કોણ કોણ સંડોવાયેલું છે તે જાણવા માટે PCB પીઆઇ તરલ ભટ્ટે આરોપી કૃણાલ મચ્છરની પૂછપરછ દરમિયાન અભિષેક મોદી ઉર્ફે અભી નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીઓ નકલી દારૂ વેચીને એના માટે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા પરંતુ બેફામ રૂપિયા પણ પડાવતા હતા. જેથી પોલીસે હોવી નકલી દારૂના ગેરકાયદે કારોબારના મૂળ સુધી પહોંચવા ઘનિષ્ટ તપાસ હાથધરી છે.

દારૂ

આ પણ વાંચો : ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ