Education/ નાણાકીય વર્ષ 2022માં શૈક્ષણિક લોનના અરજદારોમાં 45%નો ઘટાડો

કોવિડ-19અને યુક્રેન યુદ્ધના  પગલે વિદેશમાં અભ્યાસ કરવા પ્રત્યે સામાન્ય લોકોમાં થોડી અનિચ્છા જોવા મળી છે. જેને લઇ એજ્યુકેશન લોન માટેની અરજીમાં ઘટાડો થયો છે

Top Stories Gujarat
258 2 4 નાણાકીય વર્ષ 2022માં શૈક્ષણિક લોનના અરજદારોમાં 45%નો ઘટાડો

ગુજરાતીઓમાં વિદેશ જવાનું ઘેલું વધારે જોવા મળે છે. ઘણા  માતા પિતા બાળકને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલતા હોય છે. અને ઘણી વાર અનેક કિસ્સામાં માતા-પિતા એજ્યુકેશન લોન(education loan ) લઇ પણ બાળકને ઉચ્ચ અભ્યાસ કરાવતા જોવા મળેછે. જો કે આ વર્ષે અભ્યાસ માટે લોન લેનારની સંખ્યામાં મોટો ઘટાડો નોધાયો છે.

યુ.એસ., કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વિઝા અરજીની પ્રક્રિયામાં મોટા પાયે વિલંબને કારણે કેટલાક વિદેશી શિક્ષણ વાંછુંકોએ કાં તો વિદેશ જવાની યોજના મુલતવી રાખી છે અથવા તેમના પ્રથમ સત્ર માટે ઓનલાઈન પસંદગી કરી છે. તો સાથે  કોવિડ-19અને યુક્રેન યુદ્ધના  પગલે વિદેશમાં અભ્યાસ કરવા પ્રત્યે સામાન્ય લોકોમાં થોડી અનિચ્છા જોવા મળી છે. જેને લઇ એજ્યુકેશન લોન માટેની અરજીમાં ઘટાડો થયો છે. એજ્યુકેશન લોન અરજદારોની સંખ્યા 2020-21 માં 29,335 હતી. જે ચાલુ વર્ષે 2021-22 માં ઘટીને 16,275 થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ અરજદારોમાં આશરે 45% જેટલો ઘટાડો નોધાયો છે. જયારે છેલ્લા બે વર્ષની વાત કરીયે તો એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યામાં પ્રી-પેન્ડેમિક સમયગાળાની તુલનામાં નોંધપાત્ર રીતે 60% નો ઘટાડો થયો છે.

અમદાવાદની એક વિધાર્થીનીએ જુલાઈ 2021 માં કેનેડામાં સાસ્કાચેવન પોલિટેકનિકમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે જાન્યુઆરીમાં પ્રવેશ માટે ગયા વર્ષે ઓગસ્ટમાં કેનેડાના વિઝા માટે અરજી કરી હતી. જો કે, તેણીને ડિસેમ્બર સુધી વિઝા ન મળ્યા હોવાથી, તેણીએ 2022 ના ઓગસ્ટના સત્ર  માટે પ્રવેશ ટાળવો પડ્યો હતો. જો કે તેણીએ આ વર્ષે જાન્યુઆરીમાં ફરીથી વિઝા માટે અરજી કરી હતી. તેણીના વિઝા હજુ આવ્યા નથી અને એજ્યુકેશન લોનની EMIકાપવામાં આવી રહી છે અને હું જે કોર્સ માટે તેની EMI ભરી રહી છે. તેમાં તે હજુ જોડાઈ પણ નથી.

રાજ્ય સ્તરની બેન્કર્સ કમિટીના એક ટોચના સ્ત્રોતે વિદેશ અભ્યાસ અંગે ઘટતી સંભાવનાને સમજાવતા જણાવ્યું હતું કે, “વિદેશી શિક્ષણ માટેની અરજીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જેમાં કોરોના અને તેના પછીની પરિસ્થિતિ મુખ્ય ભાગ ભજવ્યો છે.  ભારતમાં  કોવિડ-19ની બીજી લહેર દરમિયાન મુસાફરી પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. બાદમાં, પ્રતિબંધો અને વિદેશમાં શિક્ષણના ખર્ચમાં વધારો થવાને કારણે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમની યોજનાઓ મુલતવી રાખી હતી અથવા ઓનલાઈન અભ્યાસક્રમો પસંદ કર્યા હતા. પરિણામે, શિક્ષણ લોન પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો.

Gujarat HC/ 86 વર્ષના વૃદ્ધને પુત્ર ગુમ થયાના 38 વર્ષ બાદ મળ્યું ડેથ સર્ટિફિકેટ