Not Set/ અમદાવાદ/ પૂર્વ મેયર મીનાક્ષી પટેલની મુખ્યમંત્રીને જાહેરમાં ફરિયાદ, શું છે ભાજપમાં વિખવાદ?

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ઘમાસાણ સર્જાયું હોવાની વિગતો સામે આવી રહી છે. પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેરમાં ફરિયાદ કરી હતી. કાઉન્સિલર તરીકે ગૃહમાં તેમનું સન્માન ન જળવાતુ હોવાની ફરિયાદ પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલે મુખ્યમંત્રીને કરી હતી. ઉત્તરાયણની ઉજવણી કરવા પહોંચેલા સી.એમ વિજય રૂપાણીને પૂર્વ મેયર અને અન્ય સિનિયર કોર્પોરેટરોએ પોતાની વેદના […]

Ahmedabad Gujarat
અમદાવાદ/ પૂર્વ મેયર મીનાક્ષી પટેલની મુખ્યમંત્રીને જાહેરમાં ફરિયાદ, શું છે ભાજપમાં વિખવાદ?

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ઘમાસાણ સર્જાયું હોવાની વિગતો સામે આવી રહી છે. પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાહેરમાં ફરિયાદ કરી હતી. કાઉન્સિલર તરીકે ગૃહમાં તેમનું સન્માન ન જળવાતુ હોવાની ફરિયાદ પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલે મુખ્યમંત્રીને કરી હતી.

ઉત્તરાયણની ઉજવણી કરવા પહોંચેલા સી.એમ વિજય રૂપાણીને પૂર્વ મેયર અને અન્ય સિનિયર કોર્પોરેટરોએ પોતાની વેદના કહી હતી. પૂર્વ મેયર અને કાઉન્સિલરો  દ્વારા CMને પોતાનું માન સમ્માન નથી જળવાઈ રહ્યું તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે. જેને લઈને કોર્પોરેટરો અંદરો અંદર ખેંચતાણ કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં આ ફરિયાદ અંગે ગૃહમાં પણ ચર્ચાનો દોર શરૂ થાય તો નવાઈ નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.