Not Set/ ગુજરાત હાઇકોર્ટે જીગ્નેશ મેવાણીના જામીન મંજુર કર્યા

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે બદનક્ષીના કેસમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આગોતરા જામીન મંજૂર કર્યા છે. વલસાડમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે જીગ્નેશ મેવાણીએ ટ્વિટર પર ટિપ્પણી કરતી એક પોસ્ટ કરી હતી. જેના કારણે જીગ્નેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી. જીગ્નેશ મેવાણીએ ધરપકડથી બચવા માટે લોઅર […]

Top Stories Ahmedabad Gujarat
ara 9 ગુજરાત હાઇકોર્ટે જીગ્નેશ મેવાણીના જામીન મંજુર કર્યા

અમદાવાદ,

ગુજરાત હાઈકોર્ટે બદનક્ષીના કેસમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આગોતરા જામીન મંજૂર કર્યા છે. વલસાડમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે જીગ્નેશ મેવાણીએ ટ્વિટર પર ટિપ્પણી કરતી એક પોસ્ટ કરી હતી. જેના કારણે જીગ્નેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી.

જીગ્નેશ મેવાણીએ ધરપકડથી બચવા માટે લોઅર કોર્ટમાં આગોતરા જામીન માગ્યા હતા, પરંતુ નીચલી કોર્ટે તેને જામીન નહીં આપતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી કરતા કોર્ટે મેવાણીની આગોતરા જામીન અરજી મંજૂર રાખી છે.

આ અગાઉ સોમવારે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે જીગ્નેશ મેવાણીને પોતાનાથી ભૂલ થઈ ગઈ છે તેવું સોગંદનામું કરવાનો આદેશ આપ્યો હતો.

 મેવાણીએ ટ્વીટર પર એક વિડીયો શેર કરી તે વલસાડની એક સ્કૂલનો છે તેવો દાવો કર્યો હતો. આ વીડિયોમાં એક બાળકને ફટકારાતો હોય તેવા દ્રશ્યો હતા. જોકે, વીડિયો ખરેખર જે શાળાનું મેવાણીએ નામ ટ્વીટર પર લખ્યું હતું તેનો ન હોવાથી શાળાએ  મેવાણી સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો.ખરેખર તો આ વીડિયો સિરિયાનો હતો, જે સોશિયલ મીડિયામાં અનેકવાર વલસાડની સ્કૂલના નામે વાયરલ થઈ ચૂક્યો છે.

 મેવાણીએ આ વીડિયો પોતાના ટ્વીટર પર શેર કરી તેમાં પીએમ મોદીને પણ ટેગ કરી દીધા હતા, અને સ્કૂલ સામે પગલાં લેવા માગ કરી હતી.

વલસાડની સ્કૂલે કરેલી ફરિયાદમાં ધરપકડથી બચવા માટે મેવાણીએ હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરેલી છે. જેની સુનાવણી કરતા જસ્ટિસ વી.એમ. પંચોલીએ મેવાણીને પોતાનાથી ભૂલ થઈ ગઈ છે તેવું સોગંદનામું કરવાનો આદેશ કર્યો હતો.

 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.