Not Set/ અમદાવાદ સેશન્સ કોર્ટે હત્યા કેસનાં ત્રણ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

ગુજરાતમાં વધતી જતી ગુનાખોરી સામે દાખલા રૂપ સજા ફટકારી અમદાવાદ સેશન્સ કોર્ટે મિશાલ આપી છે. જી હા અમદાવાદની સેશન્સ કોર્ટ દ્રારા વર્ષ 2016માં ખેલાયેલા ખુની ખેલમાં હત્યા કેસનાં ત્રણ આરોપીઓને દોષિત માનીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તો સાથે સાથે માનનીય કોર્ટ દ્રારા તમામ અપરાધીને 25 હજારનો દંડ ભરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. 2016માં […]

Ahmedabad Gujarat
life impressionment અમદાવાદ સેશન્સ કોર્ટે હત્યા કેસનાં ત્રણ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

ગુજરાતમાં વધતી જતી ગુનાખોરી સામે દાખલા રૂપ સજા ફટકારી અમદાવાદ સેશન્સ કોર્ટે મિશાલ આપી છે. જી હા અમદાવાદની સેશન્સ કોર્ટ દ્રારા વર્ષ 2016માં ખેલાયેલા ખુની ખેલમાં હત્યા કેસનાં ત્રણ આરોપીઓને દોષિત માનીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તો સાથે સાથે માનનીય કોર્ટ દ્રારા તમામ અપરાધીને 25 હજારનો દંડ ભરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

jel ni saja અમદાવાદ સેશન્સ કોર્ટે હત્યા કેસનાં ત્રણ આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા

2016માં અમદાવાદમાં હત્યાનો લોહીયાળ ખેલ ખેલનાર ત્રણ આરોપીને અમદાવાદની સેશન્સ કોર્ટનાં માનનીય જજ સી.એસ. સંધ્યાની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. માનનીય અમદાવાદ સેશન્સ કોર્ટ દ્રારા વર્ષ 2016નાં હત્યાનાં કેસનાં તમામ ત્રણેય આરોપી અજય, વિજય અને અવદેશને 28 સાક્ષીઓની જુબાની, તેમજ 16 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટ દ્રારા આ ગુનામાં દોષિત માનવામાં આવતા. માનનીય કોર્ટે તમામ અપરાધીને હત્યાનાં ગુના સબબ આજીવન કેદની સાથે સાથે 25-25 હજારનો દંડ ભરવાનો પણ હુકમ કર્યો છે. હત્યા કેસમાં કોર્ટને સત્ય સુધી લઇ જવામાં સરકારી વકીલ રમેશભાઈ એફ પટણીની ધારધાર દલીલો  અને રજૂઆતોને કોર્ટે યોગ્ય ગણીને આરોપીઓને દાખલા રૂપ સજા ફટકારી મૃતકનાં પરિવારને ન્યાય કર્યો છે.