Ahmedabad/ પતંગના દોરાથી બે યુવકોનું કપાયું ગળું, સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

પતંગની દોરીથી વાહન ચાલકનું ગળું કપાયાની ઘટના સામે આવી છે અને વાહન ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Ahmedabad Gujarat
a 213 પતંગના દોરાથી બે યુવકોનું કપાયું ગળું, સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

ઉત્તરાયણ ની ઉજવણી કરવા પતંગરસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે દરેક તહેવારોની ઉજવણીમાં વિઘ્ન આવ્યું છે. ત્યારે આવામાં અમદાવાદ શહેરમાં ઉતરાયણ પર્વની શરૂઆત વહેલી સવારથી જ થઈ ગઈ છે. લોકો વહેલી સવારથી ધાબા પર પંતગ ઉડાવવા માટે ચડી ગયા છે.

બીજી તરફ પવન પણ પંતગ રસીકોનો સાથ આપી રહ્યો છે. ત્યારે આ વચ્ચે અમદાવાદ શહેરમાંથી બે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પતંગની દોરીથી વાહન ચાલકનું ગળું કપાયાની ઘટના સામે આવી છે અને વાહન ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના આર ટી ઓ સર્કલ પાસે યુવાન વાહન લઈને જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે કપાયેલી દોરી એ જીવલેણ સાબિત થઈ રહી છે.

જ્યારે બીજી બાજુ શહેરના નવા વાડજનો રહેવાસી યુવક આજે વહેલી સવારે પોતાના ઘરેથી નીકળ્યો હતો, ત્યારે આરટીઓ સર્કલ પાસે પહોંચતા યુવકનું દોરથી ગળું કપાયું હતું. આ ઘટના બાદ તાત્કાલિક યુવકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. સદ્દનસીબે યુવક બચી ગયો છે. આ યુવક જુના વાડજનો હાર્દિક સોલંકી છે.

108 દ્વારા પીડિતને સારવાર માટે સિવિલ અસારવા ખસેડાયો હતો, આ ઘટનામાં મોટા પ્રમાણમાં યુવકના ગળામાંથી લોહી વહેવા લાગ્યું હતું. યુવકને સારવાર માટે અસારવા સિવિલ ખસેડવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો