Not Set/ ટ્રાફિકના હે.કો. પ્રજ્ઞાબેન સામે નોધાઇ ફરિયાદ, જાણો કેમ ?

આંદોલનના મૂળ સુધી પહોંચવા માટે CID સાયબર સેલ અને અમદાવાદ સાયબર સેલ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન એક મહિલા હે. કો.ને સાઈબર ક્રાઈમની ઓફીસમાં બોલાવવામાં આવી હતી. પરંતુ

Ahmedabad Gujarat
પંચાંગ 1 ટ્રાફિકના હે.કો. પ્રજ્ઞાબેન સામે નોધાઇ ફરિયાદ, જાણો કેમ ?

રાજ્યમાં પોલીસ પરિવાર દ્વારા ચલાવવામાં આવતા ગ્રેડ પે આંદોલનની આગ હજુ ઠરી નથી. ત્યારે આ કેસમાં સતત નવા વળાંકો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં પોલીસ દ્વારા ગ્રેડ પે વધારવા માટેની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસની માંગને લઈને બંદોબસ્ત માટે પોલીસ એલર્ટ કરવામાં આવ્યું છે. જ્યારે આજે અમદાવાદમાં વુમન હે.કો. સામે ફરિયાદ નોંધાઈ છે.

જ્યારે રાજ્યભરમાં પોલીસ આંદોલન ઉગ્ર બનતા એક કમિટીની રચના કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ આંદોલનને શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. આ આંદોલનના મૂળ સુધી પહોંચવા માટે CID સાયબર સેલ અને અમદાવાદ સાયબર સેલ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન એક મહિલા હે. કો.ને સાઈબર ક્રાઈમની ઓફીસમાં બોલાવવામાં આવી હતી. પરંતુ તેણીએ ન આવતા તેમના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સાયબર ક્રાઇમમાં તપાસ માટે આવવાનું કહેતા હે. કો. પ્રજ્ઞાબેનએ મનાઈ કરી હતી. હે.કો. પ્રજ્ઞા બેનને લેવા ગયેલી પોલીસ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. પુછપરછ માટે સાયબર ક્રાઇમ ન આવવા માટે ઘર્ષણ કર્યું હતું. ઓઢવ પો સ્ટે માં ટ્રાફિકના હે.કો. પ્રજ્ઞા બહેન સામે ફરિયાદ નોંધાઈ છે.

આર્યન ખાન જામીન / આરોપીના જામીનબોન્ડ આપવા કેમ, ક્યારે અને કેટલું જોખમી છે? વાંચો

Auto / જુઓ મહિલાઓ કેવી રીતે બનાવે છે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, CEOએ શેર કર્યો વીડિયો

Technology / Jio ફોનની ટોચની પાંચ સુવિધાઓ, અન્ય કોઈપણ એન્ટ્રી લેવલ ફોનમાં ઉપલબ્ધ નહીં હોય

નિવેદન / ગોવામાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે શું કહ્યું….