Ahmedabad/ અમદાવાદમાં વીજચોરો પર પોલીસની તવાઈ, 10 કિલો વાયરનો જથ્થો કર્યો જપ્ત

અમદાવાદમાં વીજચોરો પર પોલીસની તવાઈ, 10 કિલો વાયરનો જથ્થો કર્યો જપ્ત

Ahmedabad Gujarat
corona ૧૧૧૧ 53 અમદાવાદમાં વીજચોરો પર પોલીસની તવાઈ, 10 કિલો વાયરનો જથ્થો કર્યો જપ્ત

અમદાવાદ શહેરના વીજ ચોરો પ્રત્યે ટોરેન્ટ પાવર સક્રિય બન્યું છે. જમાલપુરમાં ટોરેન્ટ પાવર અને પોલીસે  અસ્થે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જમાલપુર કાચની મસ્જીદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ગેરકાયદેસર વીજ પુરવઠાનો ઉપયોગ કરનાર સામે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેના બંદોબસ્ત સાથે તવાઈ કરવામાં આવી છે. જેમાં 150 જેટલા પોલીસ કર્મીઓ અને વીજ કંપનીના 70 કર્મીઓ આ કાર્યવાહીમાં જોડાયા છે. આ સર્ચમાં વીજ કંપની દ્વારા 186 કેસ કરવામાં આવ્યા છે. તથા  પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. 10 કિલો વાયરનો જથ્થો જપ્ત  કર્યો છે.

Rajkot / વધુ એક શાળામાં કોરોનાનો પ્રવેશ,  શું વાલી બાળકોને મોકલશે શાળ…

ઉલ્લેખનીય છે કે અગાઉ જુહાપુરા વિસ્તારમાં પણ ટોરેન્ટ અને પોલીસ દ્વારા સાથે મળીને મોટા પાયે વીજચોરો પર તવાઈ બોલાવવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…