Crime/ અમદાવાદ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, દારૂની રેડ કરવા ગયેલી પોલીસને મળી લાખોની રોકડ

અમદાવાદમાં ઇસનપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે સમયે પોલીસને બાતમી મળી હતી કે…

Ahmedabad Gujarat
police attack 12 અમદાવાદ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, દારૂની રેડ કરવા ગયેલી પોલીસને મળી લાખોની રોકડ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદમાં ઇસનપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે સમયે પોલીસને બાતમી મળી હતી કે ઇસનપુરના શ્યામ સાઈ એપાર્ટમેન્ટમાં રહેતા શાર્દુલ ચંદ્રાત્રે નામના શખ્સે તેના મકાનમાં કેટલોક ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવીને સંગ્રહ કર્યો છે. જેથી પોલીસે મકાનમાં જઈને રેડ કરી ત્યારે સોનલ ચંદ્રાત્રે નામની મહિલા ઘરમાં હાજર મળી હતી. પોલીસે વોરંટના આધારે સર્ચ કરતા ઘરમાં સ્કોટલેન્ડ બનાવટની વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. અને પોલીસે ઘરમાં અલગ અલગ કબાટમાં તપાસ કરતા મોટી માત્રામાં રોકડ રકમ મળી હતી.

પોલીસે રૂમમાં કબાટમાં ચેક કરતા એક સ્કુલ બેગ મળી આવી હતી જે સ્કૂલ બેગમાં 10 થી લઈને 500 રૂપિયા સુધીની ૬.૨૦ લાખની કિંમતની નોટો મળી આવી હતી, તે બાદ પોલીસે પેટીપલંગ ખોલી તપાસ કરતા તેમાંથી એક થેલીમાંથી 25 લાખ તેમજ અન્ય બેડરૂમમાં ચકાસણી કરતા ત્યાંથી પણ પાંચ લાખ રોકડ મળી આવી હતી. આમ કુલ 37 લાખ 32 હજાર 920 રૂપિયા રોકડા પોલીસને મળી આવ્યા હતા. પોલીસે મહિલાને આ રોકડ ક્યાંથી આવી તે બાબતે મહિલા અને પૂછતા તેના પતિ શાર્દુલ ચંદ્રાત્રે એ એક મહિના પહેલા આ પૈસા લાવીને મુક્યા હોવાનું જણાવ્યું હતું તેમજ આ પૈસા શેના છે, કોની પાસેથી લાવ્યા, અને દારૂની બોટલ કોની પાસેથી લાવી છે, તે તમામ બાબતો તેમના પતિ શાર્દુલ ચંદ્રાત્રે જ કહી શકશે તેવું મહિલાએ જણાવ્યું હતું.

ઇસનપુર પોલીસે આ સમગ્ર મામલે પ્રોહીબિશન સહિતનો ગુનો નોંધીને મહિલાની ધરપકડ કરી હતી. તેમજ શાર્દુલ ચંદ્રાત્રે નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપી શાર્દુલ ક્રિકેટ સટ્ટાનો વેપાર કરતો હોય તેથી આ સટ્ટાની રકમ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે હાલ શાર્દુલ વિદેશમાં હોવાનું પણ ખૂલ્યું છે. ઇસનપુર પોલીસે આરોપી શાર્દુલને શોધવા તજવીજ કરી છે અને પકડાયેલી મોટી રકમને બાબતે ઈન્કમટેકસ વિભાગને પણ જાણ કરી છે.

education / શાળાઓમાં ઉનાળુ વેકેશન 35 દિવસ લાંબુ નહીં હોય, શિક્ષણ મંત્રી એ આપ્યા સંકેત

Junagadh: હવે ગીરનારમાં પણ સિંહ દર્શનની થશે શરૂઆત, સાસણની જેમ નિયમો પાડવા પડશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો