Ahmedabad/ ચોકલેટ લેવા ગયેલી બાળકીને દુકાનદારે ભર્યું બચકુ, પિતાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ શહેરના રહેણાંક વિસ્તારમાં દુકાન ઉપર ચોકલેટ લેવા ગયેલી માસુમ બાળકીને દુકાનદારે ગાલ બચકું ભર્યાની ઘટના સામે આવી છે.

Top Stories Ahmedabad Gujarat
rupal 3 ચોકલેટ લેવા ગયેલી બાળકીને દુકાનદારે ભર્યું બચકુ, પિતાએ નોંધાવી ફરિયાદ
  • ગાલ પર બચકું ભરનાર દુકાનદાર સામે ફરિયાદ
  • રખિયાલમાં નોંધાઈ ફરિયાદ

સરકારનું “બેટી બચાવો’ અભિયાન ખરા અર્થમાં હવે દીકરીના માતાપિતા માટે લાલબત્તી સમાન ચેતવણી રૂપ સાબિત થી રહ્યું છે. ગુજરાતમાં હવે બેન-દીકરીઓની સલામતી ને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. રોજ અવાર નવાર કયાંક છેડતી તો કયાંક દુષ્કર્મના કિસ્સા હવે ગુજરાતમાં પણ વધી રહ્યા છે. અમદાવાદ શહેરના રહેણાંક વિસ્તારમાં દુકાન ઉપર ચોકલેટ લેવા ગયેલી માસુમ બાળકીને દુકાનદારે ગાલ બચકું ભર્યાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં એક હવસખોર નરાધમે ચોકલેટ લેવા આવેલી સાત વર્ષની દીકરીના ગાલ પર બચકું ભરી લીધું હતું. અને આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપી દુકાનદારની ધરપકડ કરી છે.

Anand / અમૂલનાં ચેરમેનપદે રામસિંહ પરમાર બિનહરીફ જાહેર

Gandhinagar / રૂપાલ પલ્લીને લઈ સરકારે નિર્ણય ન લેતા ટ્રસ્ટીઓ મુશ્કેલીમાં મુકાયા

નોધનીય છે કે, સાત વર્ષ ની બાળકી ઘરની નજીક આવેલી દુકાનમાં ચોકલેટ લેવા માટે ગઈ હતી. આ વખતે દુકાનદારે તેનો હાથ પકડીને દુકાનમાં ખેંચી લીધી હતી.  અને ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું. જેમાં બાળકીને ગાલ નાં ભાગે ઇજાનાં નિશાનો પણ જોવા મળ્યા હતા. બાળકી એ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતાં ભાંડો ફૂટ્યો હતો. પરિવારજનોએ દુકાનદારને ઠપકો આપતા માફી માંગી હતી. પરિવારજનોની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે આરોપી દુકાનદાર રજીઅહેમદ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.