Not Set/ અમદાવાદ: નદી કિનારે રેતી ખનન જોઈ મુકાયા કલેક્ટર અસમંજસમાં

અમદાવાદ, અમદાવાદમાં સાબરમતી નદી કિનારે ઓએનજીસી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ સાબરમતી નદી કિનારાની આસપાસની જગ્યાનું નિરીક્ષણ કર્યુ હતુ. નિરીક્ષણ દરમ્યાન રેતી ખનનને નીહાળતા તેઓ અવાક બની ગયા હતા. અસમંજસની પરિસ્થિતિમાં મુકાઇ ગયા હતા. રેતી ખનન નીહાળ્યા બાદ ગેરકાયદેસર ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 424 અમદાવાદ: નદી કિનારે રેતી ખનન જોઈ મુકાયા કલેક્ટર અસમંજસમાં

અમદાવાદ,

અમદાવાદમાં સાબરમતી નદી કિનારે ઓએનજીસી દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ બાદ સાબરમતી નદી કિનારાની આસપાસની જગ્યાનું નિરીક્ષણ કર્યુ હતુ. નિરીક્ષણ દરમ્યાન રેતી ખનનને નીહાળતા તેઓ અવાક બની ગયા હતા. અસમંજસની પરિસ્થિતિમાં મુકાઇ ગયા હતા.

mantavya 425 અમદાવાદ: નદી કિનારે રેતી ખનન જોઈ મુકાયા કલેક્ટર અસમંજસમાં

રેતી ખનન નીહાળ્યા બાદ ગેરકાયદેસર ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રેતી ખનનની ઘટનાઓ સામે આવી રહી છે.

mantavya 385 1 અમદાવાદ: નદી કિનારે રેતી ખનન જોઈ મુકાયા કલેક્ટર અસમંજસમાં

ત્યારે આજે શહેરમાં ONGC ઘ્વારા આયોજિત સાબરમાતી નદીના કિનારે યોજાયેલા એક કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એજ સમયે સાબરમતી નદીના કિનારે અમુક શખ્સો ખનન કરવામાં આવી રહ્યા હતા.

mantavya 385 2 અમદાવાદ: નદી કિનારે રેતી ખનન જોઈ મુકાયા કલેક્ટર અસમંજસમાં

ત્યારે ક્લેકટરે પોતાની નજરે આ જોતાજ અસમંજસમાં મુકાઈ ગયા હતા અને તાત્કાલિક આવા ગેરકાયદેસર ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા અને એક ટિમ બનાવીને શહેરના વિવિધ નદી કિનારાઓ પર ચેકીંગ હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કલેકટરે આ પેહલા પણ આવા ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા તે સાથે જ થોડા સમય પહેલાં સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી ડ્રોન સર્વેલન્સ સીસ્ટમે રેતી ચોરી કરતાં તત્વોને ઝડપવાની દિશામાં કામ કરવાનો આદેશ આપ્યો હતો તેમ છતાં કલેકટરની ઉપસ્થિતિ માંજ આ ગેરકાયદેસર રેતી ખનન સામે આવ્યું.