Not Set/ AIADMK માથી પન્નીરસેલ્વમની હકાલપટ્ટી, ઇ.પલાનીસ્વામી બન્યા વિધાનસભા પક્ષના નેતા

નવી દિલ્હીઃ આવક કરતા વધુ સંપતિ મામલે AIADMK મહાસચિવ શશિકલાની સુપ્રિમ કોર્ટે સજા યથાવત રાખી છે. આ નિર્ણય બાદ ચેન્નઇમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઇ છે. ચેન્નઇમાં હાલમાં આ પરિસ્થિતિને જોતા કડક સુરક્ષા બળોની તેનાતી કરવામાં આવી છે. આ વચ્ચે AIADMK દ્વારા બીજેપી પર આરોપ લગાવવામાં આવ્યો છે. AIADMK એ કહ્યું છે કે, અમ્માની પવિત્રતા […]

India
AIADMK માથી પન્નીરસેલ્વમની હકાલપટ્ટી, ઇ.પલાનીસ્વામી બન્યા વિધાનસભા પક્ષના નેતા

નવી દિલ્હીઃ આવક કરતા વધુ સંપતિ મામલે AIADMK મહાસચિવ શશિકલાની સુપ્રિમ કોર્ટે સજા યથાવત રાખી છે. આ નિર્ણય બાદ ચેન્નઇમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઇ છે. ચેન્નઇમાં હાલમાં આ પરિસ્થિતિને જોતા કડક સુરક્ષા બળોની તેનાતી કરવામાં આવી છે. આ વચ્ચે AIADMK દ્વારા બીજેપી પર આરોપ લગાવવામાં આવ્યો છે. AIADMK એ કહ્યું છે કે, અમ્માની પવિત્રતા ઝાંખી કરવા બીજેપી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પણ ધર્મની જીત થશે.

AIADMK દ્વારા પાલાનીસામીને પક્ષના મહાસચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શશિકલા જૂથના નેતા છે. અને ચાર વાર MLA પણ રહી ચૂક્યા છે. તે સલેમ જિલ્લામાંથી આવે છે. જયલલિતા સરકારમાં PWD મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. તેમજ પન્નીરસેલ્વમની પ્રાથમિક સભ્યતા પણ રદ્દ કકરવામાં આવી છે.

આ મામલે બીજેપીએ સ્પષ્ટતા કરી હતી કે, આ મામલે કેન્દ્રનો કોઇ રોલ નથી. શશિકલા અંગે નિવેદન આપતા  પૂર્વ અટોની જનરલ સોલી સોરાબજીએ કહ્યું હતું કે, મને નથી લાગતું કે, શશિકલા જામીન પર બહાર આવી શકે.

ચેન્નઇના ગોલ્ડન બે રિસોર્ટ પર શશિકલાને અરેસ્ટ કરવા માટે પોલીસ પહોંચી ચૂકી છે.