Not Set/ ઐશ્વર્યા રાય બચ્ચન દિલ્હીમાં EDની ઓફિસ પહોંચી, પનામા પેપર્સ કેસમાં પૂછપરછ

પનામા પેપર્સ લીક ​​કેસમાં Mossack Fonseca કંપનીના કેટલાક કાયદાકીય પેપર્સ લીક ​​થયા હતા, જેમાં બહાર આવ્યું હતું કે 424 ભારતીય લોકોના વિદેશી બેંકોમાં ખાતા છે.

Top Stories Entertainment
ઐશ્વર્યા રાય

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને પનામા પેપર્સ કેસમાં EDએ સમન્સ પાઠવ્યું છે. ઐશ્વર્યા રાય ED ઓફિસ પહોંચી છે, તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઐશ્વર્યા રાય બચ્ચનને પણ ED દ્વારા 9 નવેમ્બર 2021 ના ​​રોજ કલમ 37 FEMA હેઠળ સમન્સ મોકલવામાં આવ્યું હતું. આ સમન્સ મુંબઈમાં ‘પ્રતિક્ષા’ બચ્ચન પરિવારના નિવાસસ્થાને મોકલવામાં આવ્યું હતું અને તેમને 15 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચને ઈડીને ઈમેલ દ્વારા આ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો :દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ’ ગહેરાઈયાં’ OTT પર આ દિવસે થશે રિલીઝ …..

આપને જણાવી દઈએ કે, પનામા પેપર્સ લીક ​​કેસમાં Mossack Fonseca કંપનીના કેટલાક કાયદાકીય પેપર્સ લીક ​​થયા હતા, જેમાં બહાર આવ્યું હતું કે 424 ભારતીય લોકોના વિદેશી બેંકોમાં ખાતા છે. આ લીકમાં ઘણી મોટી હસ્તીઓના નામ સામે આવ્યા હતા. જેમાં ઐશ્વર્યા રાયની સાથે તેના સસરા અને અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ પણ સામે આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય બચ્ચનને અગાઉ પણ 2 વખત બોલાવવામાં આવી હતી પરંતુ બંને વખત તેણે નોટિસ સ્થગિત કરવા વિનંતી કરી હતી. તેણે પનામા પેપર્સ લીકની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ આ માટે વિનંતી કરી હતી.

આ પણ વાંચો :ગોલ્ડન કલરના લહેંગામાં ખૂબ જ સુંદર જોવા મળી આલિયા ભટ્ટ, જુઓ તસવીરો

પનામા પેપર લીક કેસમાં એક કંપનીના લીગલ દસ્તાવેજ લીક થયા હતા. તેના દ્વારા જાણવા મળ્યું હતું કે, 424 ભારતીયોના વિદેશી બેંકોમાં ખાતા છે. તેમાં કેટલાક રાજનેતાઓની સાથે સાથે ફિલ્મી કલાકારોના નામ પણ હતા. તેમાં ઐશ્વર્યા ઉપરાંત અમિતાભ બચ્ચન અને અજય દેવગણનું નામ પણ સામેલ હતું.

આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. ત્યાર બાદ કેન્દ્ર સરકારે આ મામલે મલ્ટી એજન્સી ગ્રુપ (MAG)ની રચના કરી હતી. તેમાં CBDT, RBI, ED અને FIUને સામેલ કરવામાં આવ્યા હતા. MAG તમામ નામોની તપાસ કરીને તે રિપોર્ટ બ્લેક મનીની તપાસ માટે બનેલી SIT અને કેન્દ્ર સરકારને સોંપતી હતી.

આ પણ વાંચો :સલમાન ખાને કર્યું કન્ફર્મ, બનશે ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલ  

2016 માં, યુકેમાં પનામા સ્થિત કાયદાકીય પેઢીના 11.5 કરોડ ટેક્સ દસ્તાવેજો લીક થયા હતા. જેમાં દુનિયાભરના મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ અને મોટી હસ્તીઓના નામ સામે આવ્યા હતા. ભારતની વાત કરીએ તો લગભગ 500 લોકોના નામ સામે આવ્યા છે. તેમાં બચ્ચન પરિવારનું નામ પણ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચનને 4 કંપનીઓના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ બહામાસમાં જ્યારે એક વર્જિન ટાપુઓમાં હતી. આ 1993 માં બનાવવામાં આવ્યા હતા. આ કંપનીઓની મૂડી 5 હજારથી 50 હજાર ડોલરની વચ્ચે હતી, પરંતુ આ કંપનીઓ તે જહાજોનો બિઝનેસ કરતી હતી, જેની કિંમત કરોડોમાં હતી.

ઐશ્વર્યાને અગાઉ એક કંપનીની ડાયરેક્ટર બનાવવામાં આવી હતી. બાદમાં તેમને કંપનીના શેરહોલ્ડર જાહેર કરવામાં આવ્યા હતા. કંપનીનું નામ અમિક પાર્ટનર્સ પ્રાઈવેટ લિમિટેડ હતું. તેનું મુખ્ય મથક વર્જિન ટાપુઓમાં હતું. ઐશ્વર્યા ઉપરાંત પિતા કે. રાય, માતા વૃંદા રાય અને ભાઈ આદિત્ય રાય પણ કંપનીમાં તેમના ભાગીદાર હતા. આ કંપની 2005માં બની હતી. ત્રણ વર્ષ પછી એટલે કે 2008માં કંપની બંધ થઈ ગઈ.

આ પણ વાંચો :લગ્ન પછી કેટરિના-સલમાન ફરી સાથે, આ છે કારણ…

આ પણ વાંચો :સંખેડાના કાવીઠાનાં સરપંચ ઉમેદવાર એશ્રા પટેલ સામે ફરિયાદ, જાણો શું છે મામલો