OMG!/ અજુગતું ગામ – અહીં કુદરતની કરામતનો ભેદ ઉકેલવામાં વિજ્ઞાન પણ પાછુ પડી જાય છે

આજના આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં ક્યારેક એવી અજુગતી ઘટનાઓ બનતી હોય છે કે કુદરતની કરામતનો ભેદ ઉકેલવામાં વિજ્ઞાન પણ પાછુ પડી જાય છે એવી એક અલૌકિક ઘટના

Gujarat Others Ajab Gajab News
omg અજુગતું ગામ - અહીં કુદરતની કરામતનો ભેદ ઉકેલવામાં વિજ્ઞાન પણ પાછુ પડી જાય છે

આજના આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં ક્યારેક એવી અજુગતી ઘટનાઓ બનતી હોય છે કે કુદરતની કરામતનો ભેદ ઉકેલવામાં વિજ્ઞાન પણ પાછુ પડી જાય છે એવી એક અલૌકિક ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અંતરિયાળ એવા ગોલીડા ગામમાં બનવા પામી છે.

A 'Mad Scientist' Theme Party Was Too Offensive for Some Students –  Reason.com

અજુગતું ગામ – ગોલીડા એનું નામ

790ની વસ્તી ધરાવતા ચોટીલા તાલુકાના અંતરિયાળ એવા ગોલીડા ગામમાં 500થી વધુ લોકોને હાથ અને પગમાં 6-6 આંગળીઓ મળી કુલ 20ના બદલે 24 આંગળીઓ જોવા મળતા લોકો માટે આ ઘટના આશ્ચર્યજનક બનવા પામી છે. કોઇ વ્યક્તિના હાથ કે પગમાં 6 આંગળીઓના તો અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે. પણ કોઇ ગામના 30 % લોકોની હાથ અને પગની આંગળીઓની સંખ્યા 6-6 હોવાની સાથે હાથ અને પગની મળીને 20ના બદલે 24 આંગળીઓ હોવાની આશ્ચર્યજનક જ નહીં પણ દુર્લભ ઘટના સામે આવી છે.

A sixth finger can prove extra handy | Science News for Students

ગોલીડા ગામમાં વસતા સીસા જ્ઞાતિના પરિવારમાં હાથ અને પગમાં 6-6 આંગળીઓ કુદરતી બક્ષિસ રૂપે જોવા મળી છે. સામાન્ય રીતે દરેક સામાન્ય માનવીને હાથ અને પગમાં મળીને કુલ 20 આંગળીઓ હોય છે. ત્યારે અહીં ઘરના દરેક સભ્યોને 20ના બદલે કુલ 24 આંગળીઓ જોવા મળે છે.

Family of 14 who all have six fingers and six toes celebrate the latest  addition to their clan - World News - Mirror Online

ગોલીડા ગામના સીસા જ્ઞાતિના એક જ પરિવારના દાદા-દાદી, માતા-પિતા, ભાઇ, પુત્ર, પૌત્ર અને પૌત્રી સહિત પરિવારના સભ્યોને હાથ અને પગમાં મળી 20ના બદલે 24 આંગળીઓ જોવા મળે છે. આટલી આંગળીઓ હોવા છતા પણ ઘરકામ સહિત દરેક પ્રકારનું કામ સહેલાઈથી કરી શકે છે. આ પરિવારના સભ્યો ઇશ્વરીય કૃપા સ્વરૂપે આ વધારાની આંગળીઓ હોવાનું ગર્વ ભેર જણાવે છે.

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…