Al-Qaeda/ અલ-કાયદાના નેતા અલ ઝવાહિરીએ ભારત વિરૂદ્વ ઝેર ઓક્યું,370 કલમ હટાવવા મામલે શું કહ્યું,જાણો

આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ઝવાહિરીએ કાશ્મીર પર વધુ એક વીડિયો સંદેશ જારી કર્યો છે

Top Stories India
7 6 અલ-કાયદાના નેતા અલ ઝવાહિરીએ ભારત વિરૂદ્વ ઝેર ઓક્યું,370 કલમ હટાવવા મામલે શું કહ્યું,જાણો

આતંકવાદી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. ઝવાહિરીએ કાશ્મીર પર વધુ એક વીડિયો સંદેશ જારી કર્યો છે. આ વીડિયોમાં તેણે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ મુસ્લિમોના મોઢા પર થપ્પડ છે. ઝવાહિરીએ અગાઉ પણ કર્ણાટક હિજાબ વિવાદ અંગે નિવેદન જારી કર્યું હતું. પાકિસ્તાનના એબોટાબાદમાં ઓસામા બિન લાદેન માર્યા ગયા બાદ અલ કાયદાનું નેતૃત્વ અયમાન અલ-ઝવાહિરી કરે છે. હાલમાં આ ખતરનાક આતંકવાદી કોઈ અજાણ્યા ઠેકાણાથી તેના જૂથનું સંચાલન કરી રહ્યો છે.

ઝવાહારી તેના પુરોગામી ઓસામાના મૃત્યુની 11મી વર્ષગાંઠ નિમિત્તે પ્રી-રેકોર્ડ કરેલા વીડિયોમાં દેખાયા હતા. આ વીડિયોમાં અલ-ઝવાહરી કહેતા જોવા મળી રહ્યા છે કે અમેરિકાની નબળાઈના કારણે જ યુક્રેન રશિયન હુમલાનો શિકાર બન્યું છે. આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખનાર સાઈટ ઈન્ટેલિજન્સ ગ્રુપના જણાવ્યા અનુસાર શુક્રવારે આ 27 મિનિટનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અલ-કાયદાનો ચીફ પુસ્તકો અને બંદૂક સાથે બેઠો જોવા મળે છે. મુસ્લિમ એકતા માટે આહ્વાન કરતા, અલ-ઝવાહરીએ 9/11ના આતંકવાદી હુમલા પછી શરૂ થયેલા અફઘાનિસ્તાન અને ઇરાકના યુદ્ધોની અસરને યુએસ માટે નબળાઈ ગણાવી.