Not Set/ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર, 19 મે નાં દિવસે પડી શકે છે પવન સાથે ભારે વરસાદ

દેશનાં દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં ચક્રવાતી તોફાન ખૂબ તીવ્ર બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) નાં અનુસાર, દક્ષિણ ભારતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે 7 લોકોનાં મોત નીપજ્યાં છે.

Top Stories Trending
petrol 63 રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર, 19 મે નાં દિવસે પડી શકે છે પવન સાથે ભારે વરસાદ

દેશનાં દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં ચક્રવાતી તોફાન ખૂબ તીવ્ર બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) નાં અનુસાર, દક્ષિણ ભારતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે 7 લોકોનાં મોત નીપજ્યાં છે. સેંકડો મકાનો નાશ પામ્યા છે.

petrol 64 રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર, 19 મે નાં દિવસે પડી શકે છે પવન સાથે ભારે વરસાદ

વાવાઝોડાનું સંકટ / તાઉતે વાવાઝોડાની ગુજરાતમાં અસર, જુઓ કેવા દેખાયા દ્રશ્યો?

ચક્રવાતી વાવાઝોડાની અસરો મહારાષ્ટ્ર અને અન્ય પશ્ચિમ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં કહેર વરસાવી રહી છે, જે હવે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળી રહ્યુ છે. આગામી થોડા કલાકોમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આઇએમડી અનુસાર રાજસ્થાનમાં વાવાઝોડાની તોફાનની અસર આજે 18 મે થી જ જોવા મળશે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાની તોફાનની અસર 19 મે નાં રોજ જોવા મળે તેવી સંભાવના છે. બંને રાજ્યોને તકેદારી સાથે ચેતવણી રાખવા જણાવવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં 19 મેનાં રોજ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં યુપી અને રાજસ્થાનનાં ઘણા વિસ્તારોમાં જોરદાર પવન અને ધૂળથી ભરેલુ વાવાઝોડું આવવાની સંભાવના છે. રાજસ્થાન અને યુપી, બંને રાજ્યોમાં 18 થી 20 મે એટલે કે બે દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.

petrol 65 રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર, 19 મે નાં દિવસે પડી શકે છે પવન સાથે ભારે વરસાદ

વાવાઝોડાનું તાંડવ / તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યનાં અનેક સ્થળોએ 4 થી 6 ઈંચ જેટલો પડ્યો વરસાદ

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આ વાવાઝોડાની અસર મોટાભાગે દક્ષિણ રાજસ્થાનનાં વિસ્તારોમાં જોવા મળી રહી છે. મોટાભાગે જોધપુર અને ઉદેપુર વિભાગનાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આઇએમડીએ કહ્યું છે કે, આ વિસ્તારોમાં 200 મીમીથી વધુ વરસાદ થવાની સંભાવના છે. વળી 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર તોફાન પવન રહેશે. યુપીનાં ઝોનલ Meteorological સેન્ટરનાં ડિરેક્ટર જેપી ગુપ્તાએ સોમવારે જણાવ્યું હતું કે, વાવાઝોડાની અસર યુપીમાં પણ જોવા મળશે. 19 મેથી 20 મે સુધી રાજ્યનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તોફાની પવનો આવતા 24 કલાકમાં આગળ વધશે.

sago str 15 રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર, 19 મે નાં દિવસે પડી શકે છે પવન સાથે ભારે વરસાદ