Alert!/ પંજાબમાં આતંકી હુમલાને લઈને એલર્ટ, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના નિશાના પર મોહાલી અને ચંદીગઢ

ભારતમાં આતંકવાદી હુમલો થવાની દહેશત પગલે તંત્ર હાઇ એલર્ટ પર જોવા મળી રહી છે, હાલ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેંટની નજર ઇન્ડિયા પર હુમલો કરવાની છે,

Top Stories India
4 25 પંજાબમાં આતંકી હુમલાને લઈને એલર્ટ, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના નિશાના પર મોહાલી અને ચંદીગઢ

ભારતમાં આતંકવાદી હુમલો થવાની દહેશત પગલે તંત્ર હાઇ એલર્ટ પર જોવા મળી રહી છે, હાલ આતંકવાદી સંગઠનની નજર ઇન્ડિયા પર હુમલો કરવાની છે, પ્રાપ્ત માહિતી અનુસાર આ સંગઠન સક્રીય છે,જેના પગલે પંજાબમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કારણ કે અહીં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ  મોહાલી અને ચંદીગઢ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકી સંગઠન અહીં બસ સ્ટેન્ડને નિશાન બનાવી શકે છે.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI પંજાબને હચમચાવી નાખવાનું કાવતરું ઘડી રહી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસને આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ જારી કરતી વખતે ગુપ્તચર એજન્સીઓએ કહ્યું કે ISIએ ચંદીગઢ અને મોહાલીમાં હુમલાનું કાવતરું ઘડ્યું છે. એલર્ટ મુજબ આતંકવાદીઓ ચંદીગઢ અને મોહાલીમાં હુમલો કરી શકે છે અને બસ સ્ટેન્ડને નિશાન બનાવી શકે છે.

ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પંજાબ પોલીસ, જીઆરપી, સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સીને પોતાની વચ્ચે સંકલન કરીને ઈનપુટ્સ પર કામ કરવા કહ્યું છે. જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસ પહેલા ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠન TRFમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું હતું.