Not Set/ હવે હોટલમાં જમવાનું પીરસશે અલીબાબાના ‘ રોબોટ ‘

ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબાએ ગુરુવારે એક રોબોટ વિશે જાહેર કર્યું છે. આ રોબોટ ટૂંક જ સમયમાં ચીનમાં હોટલોમાં મહેમાન નવાજી કરશે. અત્યાર સુધીનું હોટલનું દરેક કામ માણસો પર નિર્ભર રહ્યું છે પરંતુ આ રોબોટ મહેમાનને જમવાનું પીરસવાની સાથે સાથે લોન્ડ્રી સર્વિસ પર કરશે. આવનારા દિવસોમાં રોબોટ દ્વારા આ સુવિધાનો લાભ ઉઠાવી શકાશે. કંપનીએ એક […]

World
Robot in Hotel min હવે હોટલમાં જમવાનું પીરસશે અલીબાબાના ' રોબોટ '

ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબાએ ગુરુવારે એક રોબોટ વિશે જાહેર કર્યું છે.

આ રોબોટ ટૂંક જ સમયમાં ચીનમાં હોટલોમાં મહેમાન નવાજી કરશે.

અત્યાર સુધીનું હોટલનું દરેક કામ માણસો પર નિર્ભર રહ્યું છે પરંતુ આ રોબોટ મહેમાનને જમવાનું પીરસવાની સાથે સાથે લોન્ડ્રી સર્વિસ પર કરશે. આવનારા દિવસોમાં રોબોટ દ્વારા આ સુવિધાનો લાભ ઉઠાવી શકાશે.

Image result for robot made by alibaba company for hospitality

કંપનીએ એક કોન્ફરન્સમાં કહ્યું હતું કે રોબોટીક્સ ઇન્ડસ્ટ્રીઝ દુનિયામાં ક્રાંતિ લાવી રહી છે. અલીબાબાની ઈન્ટેલીજન્સ લેબોરેટરીમાં આ રોબોટને બનાવવામાં આવ્યા છે. આ ખાસ પ્રકારના રોબોટને ઓક્ટોમ્બર મહિનાથી માર્કેટમાં મુકવામાં આવશે.

Image result for robot made by alibaba company for hospitality

અલીબાબાના એઆઈ લેબના અધિકારી લીયુઆન ચેનએ કહ્યું હતું કે આ રોબોટ ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરશે. સ્માર્ટ હોટલ બનાવવાની દિશામાં આ પહેલું કદમ છે.

આ રોબોટની કામગીરી વિશે તમને જણાવી દઈએ કે આ રોબોટને ગ્રાહક બોલીને, ટચ કરીને કે ઈશારો કરીને પોતાનું કામ કહી શકશે.