All about Pet/ હર કુત્તે કા એક દિન આતા હૈ, જર્મન શેફર્ડ ડોગ ગંથર-6 4,100 કરોડની સંપત્તિનો માલિક

આપણે દર સપ્તાહે કે મહિને વિશ્વના સંપત્તિવાનોની યાદી જોઈએ છીએ. હવે આ જ પ્રકારની યાદી વિશ્વના સૌથી ધનવાન પાલતુ પ્રાણીઓની પણ પડવા માંડી છે. આ યાદીમાં ટોચના ક્રમે જર્મન શેફર્ડ ડોગ ગંથર-6 50 કરોડ ડોલર એટલે કે 4,100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે આવે છે. હિન્દી ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ હર કુત્તે કા એક દિન આતા હૈ તે અહીં સાચો પડે છે.

Top Stories World Ajab Gajab News
All about Pet હર કુત્તે કા એક દિન આતા હૈ, જર્મન શેફર્ડ ડોગ ગંથર-6 4,100 કરોડની સંપત્તિનો માલિક
  • નાલા નામની કેટની બ્રાન્ડ વેલ્યુ 826 કરોડ રૂપિયા
  • પોપ સિંગર ટેલર સ્વિફ્ટની કેટ 800 કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે
  • જિફપોમ નામનો પોમેરિયન ડોગ તો 95 લાખ ફોલોઅર સાથે ઇન્સ્ટાગ્રામ સ્ટાર

All about Pet: આપણે દર સપ્તાહે કે મહિને વિશ્વના સંપત્તિવાનોની યાદી જોઈએ છીએ. હવે આ જ પ્રકારની યાદી વિશ્વના સૌથી ધનવાન પાલતુ પ્રાણીઓની પણ પડવા માંડી છે. આ જ રીતે વિશ્વના સંપત્તિવાન પાલતુ પ્રાણીઓ અંગેની યાદી પણ All about Pet દ્વારા બહાર પાડવામાં આવે છે.

All about Petની યાદીમાં ટોચના ક્રમે જર્મન શેફર્ડ ડોગ ગંથર-6 50 કરોડ ડોલર એટલે કે 4,100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે આવે છે. હિન્દી ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ હર કુત્તે કા એક દિન આતા હૈ તે અહીં સાચો પડે છે. તેની માલિકી ઇટાલિયન મીડિયા કંપની ધરાવે છે. બીજા ક્રમે નાલા નામની બિલાડી છે અને તેની બ્રાન્ડ વેલ્યુ દસ કરોડ એટલે કે 826 કરોડ રૂપિયા છે.

 અમેરિકાની વિખ્યાત પોપસિંગર ટેલર સ્વિફ્ટ પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે. વિશ્વમાં પ્રસિદ્ધ ટેલર સ્વિફ્ટની બ્રાન્ડ વેલ્યુ પણ અબજો રૂપિયાની છે. તેના લીધે આજે ટેલર સ્વિફ્ટની બિલાડી ઓલિવિયા બ્રેન્સન પણ 9 કરોડ ડોલરની સંપત્તિ એટલે કે લગભગ 800 કરોડ રૂપિયાની માલિક છે. આમ વિશ્વભરના સંપત્તિવાન પાલતુ પ્રાણીઓમાં ટેલર સ્વિફ્ટની બિલાજી ત્રીજા સ્થાને આવે છે.

All about Pet 1 હર કુત્તે કા એક દિન આતા હૈ, જર્મન શેફર્ડ ડોગ ગંથર-6 4,100 કરોડની સંપત્તિનો માલિક

ઓલિયિવા બ્રેન્સન નામની આ બિલાડીના નામે કેટલાય ફેન પેજ બન્યા છે. ઓલિવિયા ટેલર સ્વિફ્ટ સાથે અનેક વિડીયોમાં જોવા મળી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર 24 કરોડ ફોલોઅર્સ ધરાવતી ટેલર સ્વિફ્ટે આ બિલાડીનો એક ફોટો મૂક્યો હતો, જેને 20 લાખ કરતાં વધુ લોકોએ લાઇક કર્યો હતો. તેના પગલે બિલાડીની બ્રાન્ડ વેલ્યુમાં વધારો થયો હતો. ટેલર સ્વિફ્ટ પાસે ઓલિવિયા સહિત કુલ ત્રણ બિલાડીઓ મેરેડિથ ગ્રે અને બેન્જામીન બટન નામની બે બિલાડીઓ પણ વિડીયોમાં જોવા મળી ચૂકી છે. 11 ગ્રેમી એવોર્ડ મેળવનારી ટેલર સ્વિફ્ટ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય છે.

ચોથા ક્રમે ઓપ્રાહ વિન્ફ્રેના પેટ ડોગ સેડી, સની, લોરૈન, લાયલા અને લ્યુક આવે છે. તેમની સંપત્તિ ત્રણ કરોડ ડોલર છે. જ્યારે પાંચમા ક્રમે જિફપોમ નામનો પોમેરિયન ડોગ આવે છે. તે 95 લાખ ફોલોઅર સાથે ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે. તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માટે તે 32,906 ડોલર ચાર્જ કરે છે. ચોપાટી નામની કેટ છઠ્ઠા ક્રમે આવે છે. તેની નેટવર્થ 1.3 કરોડ ડોલર છે. તે પોતે દર વર્ષે મોડેલિંગ કોન્ટ્રાક્ટ પેટે 45 લાખ ડોલર કમાય છે. કદાચ તે દર વર્ષે મોડેલિંગ એસાઇન્મેન્ટમાંથી સૌથી વધુ કમાતી કેટ છે. બેટી વ્હાઇટનો ખાસ ગોલ્ડન રિટ્રીવર પોન્ટિયાક 2017માં મૃત્યુ પામ્યો હતો. તેને વ્હાઇટ પાસેથી 50 લાખ ડોલરની સંપત્તિ વારસામાં મળી હતી. જ્યારે આઠમા ક્રમે ઇન્સ્ટાફેમસ ડગ ધ પગ આવે છે. તે ઇન્સ્ટાગ્રામ ડીલ, સ્પોન્સર્ડ પોસ્ટ અને એન્ડોર્સમેન્ટ દ્વારા 15 લાખ ડોલર વર્ષે કમાય છે.

આ પણ વાંચોઃ

એરપોર્ટ પરના સ્વીપરની ઇમાનદારીઃ સોનાના મળેલા છ બિસ્કિટ પરત કર્યા

ઉત્તર પ્રદેશમાં ઠંડીના લીધે હૃદયરોગ અને બ્રેઇનસ્ટ્રોકથી 21ના મોત

જામનગરમાં મહિલા અને તેના બાળકની હત્યા કરેલી લાશ ઝાડીઓમાંથી મળી આવી,પોલીસ ઘટનાસ્થળે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિસ આસીસ્ટન્ટના લાયક ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી