Politics/ વિધાનસભા ચૂંટણીમાં જીતેલા ભાજપના તમામ સાંસદોએ આપ્યું રાજીનામું!

હવે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તે તમામ સાંસદોએ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

Top Stories
WhatsApp Image 2023 12 06 at 2.57.41 PM વિધાનસભા ચૂંટણીમાં જીતેલા ભાજપના તમામ સાંસદોએ આપ્યું રાજીનામું!

ચાર રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનારા તમામ ભાજપના સાંસદોએ રાજીનામું આપી દીધું છે. પાર્ટીએ આ સાંસદો અને મંત્રીઓને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. ભાજપે કુલ 21 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા.

એમપીમાં વિધાનસભા ચૂંટણીમાં પાંચ સાંસદો જીત્યા

ભાજપે વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાંથી સાત સાંસદોને ટિકિટ આપી હતી, જેમાંથી પાંચ સાંસદો પોતાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા જ્યારે બે સાંસદોને હારનો સામનો કરવો પડ્યો હતો. મધ્યપ્રદેશના જે પાંચ સાંસદો જીત્યા તેમાં નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ, રીતિ પાઠક, ઉદય પ્રતાપ સિંહ અને રાકેશ સિંહનો સમાવેશ થાય છે. આ પાંચ સાંસદોએ પણ સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. ફગ્ગન સિંહ કુલસ્તે અને ગણેશ સિંહને હારનો સામનો કરવો પડ્યો હતો.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: