Cricket/ પાકિસ્તાને ભલે મેચ જીતી પણ નેંધરલેન્ડના ઓલરાઉન્ડર બાસ ડી લીડે છક્કા છોડાવી દીધા

બાસ ડી લીડે બોલિંગ કરતી વખતે પાકિસ્તાન ટીમના બેટિંગ ની કમર તોડી નાખી હતી. તેણે મેચમાં કુલ 9 ઓવર ફેંકી, જેમાં તેણે 6.89ની ઈકોનોમી પર બોલિંગમાં 62 રન આપીને 4 મોટી વિકેટ લીધી.

Top Stories Sports
9 5 પાકિસ્તાને ભલે મેચ જીતી પણ નેંધરલેન્ડના ઓલરાઉન્ડર બાસ ડી લીડે છક્કા છોડાવી દીધા

પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે ICC ODI વર્લ્ડ કપ 2023 ની બીજી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમે આ મેચ 81 રને જીતી લીધી હતી. જો કે આ મેચમાં નેધરલેન્ડ ટીમે પાકિસ્તાનને ટક્કર આપી હતી. તેમણે પાકિસ્તાનને આ મેચ આસાનીથી જીતવા દીધી ન હતી.ભલે નેધરલેન્ડ આ મેચ હારી ગયું. પરંતુ તેમના એક ખેલાડીનું નામ તેમણે કરેલા કામના કારણે બધાને યાદ રહેશે. નેધરલેન્ડના સ્ટાર ખેલાડી બાસ ડી લીડની જેણે પોતાના દમદાર પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા. આ મેચમાં તે પાકિસ્તાન માટે માથાનો દુખાવો સાબિત થયો હતો. તેણે બેટિંગ અને બોલિંગ બંનેમાં પાકિસ્તાનની હાલત કફોડી કરી નાંખી હતી.

 બાસ ડી લીડે બોલિંગ કરતી વખતે પાકિસ્તાન ટીમના બેટિંગ ની કમર તોડી નાખી હતી. તેણે મેચમાં કુલ 9 ઓવર ફેંકી, જેમાં તેણે 6.89ની ઈકોનોમી પર બોલિંગ કરતી વખતે 62 રન આપીને 4 મોટી વિકેટ લીધી. તેણે મોહમ્મદ રિઝવાન, ઇફ્તિખાર અહેમદ, શાદાબ ખાન અને હસન અલીને આઉટ કર્યા તેની શાનદાર બોલિંગે પાકિસ્તાનની સ્થિતિ કફોડી કરી નાંખી હતી.  પાકિસ્તાન સંપૂર્ણ 50 ઓવર પણ રમી શક્યું ન હતું અને 49 ઓવરમાં 286 રન સુધી મર્યાદિત રહી ગયું હતું.

બાસ ડી લીડે બોલિંગમાં પોતાનો જાદુ ફેલાવ્યો. ત્યારબાદ તેણે બેટિંગમાં પણ હલચલ મચાવી દીધી હતી. વિક્રમજીત સિંહ સિવાય અન્ય નેધરલેન્ડ બેટ્સમેનો પાકિસ્તાન સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ, બેટ સાથે બાસ ડી લીડ પણ આગમાં હતું. તેણે ટીમ માટે 67 રનની લડાયક ઇનિંગ રમી હતી, જેમાં તેના બેટમાંથી 6 ફોર અને 2 સિક્સ પણ જોવા મળી હતી. તેની શાનદાર ઇનિંગ્સનો અંત મોહમ્મદ નવાઝે તેને બોલ્ડ કરીને કર્યો હતો. બાસ ડી લીડ વર્લ્ડ કપની આગામી મેચોમાં અન્ય ટીમો માટે મોટો ખતરો બની શકે છે.