Not Set/ #અમરનાથયાત્રા: “જ્ય શામ્બ”નાં ઉદઘોષ સાથે શ્રધ્ધાળુઓનું “બાબા બર્ફાની”નાં દર્શન માટે પ્રણાય

“જ્ય શામ્બ” – “બમ બમ ભોલે” – ” હર હર મહાદેવ”નાં ઉદઘોષ સાથે શ્રધ્ધાળુઓનો પહેલા કાફલાંએ “બાબા બર્ફાની”નાં દર્શન માટે અમરનાથની પવિત્ર ગુફાઓ તરફ પ્રણાય કર્યું હતું. અમરનાથ યાત્રાને લઇને આતંકીઓની ઘમકીને ધ્યાને રાખી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે કડક સુરક્ષા બંદોબસ્તની વચ્ચે રવિવારનાં વહેલી સવારે શ્રધ્ધાળુઓ ગુફા તરફ રવાના થયા હતા. શ્રધ્ધાળુંની […]

Top Stories India Navratri 2022
AamarnathYatra 947458599 6 #અમરનાથયાત્રા: "જ્ય શામ્બ"નાં ઉદઘોષ સાથે શ્રધ્ધાળુઓનું "બાબા બર્ફાની"નાં દર્શન માટે પ્રણાય

“જ્ય શામ્બ” – “બમ બમ ભોલે” – ” હર હર મહાદેવ”નાં ઉદઘોષ સાથે શ્રધ્ધાળુઓનો પહેલા કાફલાંએ “બાબા બર્ફાની”નાં દર્શન માટે અમરનાથની પવિત્ર ગુફાઓ તરફ પ્રણાય કર્યું હતું. અમરનાથ યાત્રાને લઇને આતંકીઓની ઘમકીને ધ્યાને રાખી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે કડક સુરક્ષા બંદોબસ્તની વચ્ચે રવિવારનાં વહેલી સવારે શ્રધ્ધાળુઓ ગુફા તરફ રવાના થયા હતા. શ્રધ્ધાળુંની સુવિધા અને સુરક્ષાની તમામ જરૂરી વ્યવસ્થા તંત્ર દ્રારા કરી લેવાઇ છે.

View image on Twitter

 

જમ્મુ બેઝ કેમ્પમાંથી રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર, કે.કે.શર્માએ અંદાજે દોઢ લાખ શ્રદ્ધાળુઓનાં પહેલા કાફલાને લીલી ઝંડી દેખાડી રવાના કર્યા હતા. આખી અમરનાથ યાત્રા પર ઠેપ-ઠેર સુરક્ષાકર્મી તૈનાત કરાયા છે. આ યાત્રા અનંતનાગ જિલ્લાની 36 કિલોમીટર લાંબી પરંપરાગત પહેલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લાના 14 કિલોમીટર લાંબા બાલતાલ માર્ગ થઇને જાય છે. અહીંથી નીકળેલા શ્રદ્ધાળું સાંજ સુધીમાં શ્રીનગર પહોંચશે અને સોમવારના રોજ બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. આપને જણાવી દઇએ કે આ યાત્રા 46 દિવસ ચાલનાર છે. ત્યારે યાત્રા માટે લાખો શ્રધ્ધાળુ દ્રારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે.

View image on Twitter

આ તીર્થયાત્રાને લઇ સાધુઓ સહિત સેંકડો શ્રદ્ધાળું અત્યંત ઉત્સાહિત છે. જમ્મુના મંડળ આયુકત સંજીવ વર્માએ કહ્યું કે તીર્થયાત્રીઓની સુવિધા અને યાત્રા દરમ્યાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા સહિત તમામ જરૂરી વ્યવસ્થા કરી લેવાઇ છે. યાત્રા 15 ઓગસ્ટના રોજ ખત્મ થશે.

View image on Twitter

જમ્મુના પોલીસ મહાનિરીક્ષક એમ.કે.સિન્હાનાં જણાવ્યા અનુસાર આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખતા યાત્રા માર્ગ પર લખનપુર કે જે જમ્મુ-કાશ્મીર માટે પ્રવેશ દ્વાર માનવામા આવે છે, ત્યાંથી લઇ તમામ શિબિરો, આશ્રય સ્થાનો, સામુહિક રસોડા પર પૂરતો સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. તેમણે કહ્યું કે યાત્રામાં અવરોધ ઉભો કરવાની આતંકવાદીઓની કોઇ યોજનાને લઇ ગુપ્ત માહિતી મળી નથી. પરંતુ રાજ્યના હાલના સુરક્ષા પરિદ્રશ્યને જોતા કોઇપણ આતંકી પ્રયાસને નિષ્ફળ કરવા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરાયો છે.

View image on Twitter

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.