દુર્ઘટના/ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ખીણમાં પલટી એમ્બ્યુલન્સ, સેનાના 2 જવાન શહીદ

અધિકારીઓએ જણાવ્યું કે, સેનાની એમ્બ્યુલન્સ નિયંત્રણ રેખા નજીક ડુંગી ગાલા સેક્ટરમાં અકસ્માતનો ભોગ બની હતી જ્યારે તેના ડ્રાઈવરે તીવ્ર વળાંક પર નિયંત્રણ ગુમાવ્યું હતું.

Top Stories India
એમ્બ્યુલન્સ

જમ્મુ-કાશ્મીરમાં સેનાના જવાનોની શહાદતનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ પૂંછમાં આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા, ત્યારબાદ શનિવારે રાજૌરીમાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સેનાના બે જવાન શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોમાં એક રાજૌરીનો રહેવાસી હતો જ્યારે બીજો જવાન બિહારનો રહેવાસી હતો.

અધિકારીઓએ જણાવ્યું કે, સેનાની એમ્બ્યુલન્સ નિયંત્રણ રેખા નજીક ડુંગી ગાલા સેક્ટરમાં અકસ્માતનો ભોગ બની હતી જ્યારે તેના ડ્રાઈવરે તીવ્ર વળાંક પર નિયંત્રણ ગુમાવ્યું હતું. તેમણે કહ્યું કે અકસ્માતમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને એક સૈનિકનું મોત થયું છે. આ પહેલા પણ ગત વર્ષે સિક્કિમમાં આવી જ એક દુર્ઘટનામાં 16 જવાનોના મોત થયા હતા.

20 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 5 જવાન શહીદ થયા હતા

આપને જણાવી દઈએ કે ગુરુવારે 20 એપ્રિલના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પુંછ વચ્ચે સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના 5 જવાન શહીદ થયા હતા અને 1 જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હુમલાની જવાબદારી PAFF એટલે કે પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠને લીધી હતી. કહેવાય છે કે આ સંગઠનને જૈશના મોહમ્મદનું સમર્થન છે.

આ પણ વાંચો:PM મોદીનો તોફાની પ્રવાસ, બે દિવસમાં છ જાહેરસભા અને બે રોડ શો કરશે

આ પણ વાંચો: કર્ણાટકમાં કોઈ મહિલા મુખ્યમંત્રી બનવી જોઈએ, કોંગ્રેસ ઉમેદવારની માંગ

આ પણ વાંચો: ઓપરેશન કાવેરીમાં એરફોર્સનું અદ્ભુત કામ, અંધારામાં લેન્ડ થયું C-130J વિમાન, જુઓ વીડિયો

આ પણ વાંચો:WFI ચીફ બ્રિજ ભૂષણ સામે 2 FIR નોંધાઇ,પોક્ એક્ટ હેઠળ નોંધાઇ ફરિયાદ

આ પણ વાંચો:પૂંચમાં સેનાના વાહન પર થયેલા આતંકી હુમલામાં થયો મોટો ખુલાસો,પાકિસ્તાનથી વિસ્ફોટક સામગ્રી આવી