Not Set/ AMCનાં જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી, બાળકનાં સર્ટિફિકેટમાં સરનામાનાં કેપ્સનમાં લખ્યું પાકિસ્તાન

શું તમારા બર્થ સર્ટિફિકેટમાં પાકિસ્તાન લખાયેલુ છે, વાંચ્યા બાદ તમને થોડી નવાઇ લાગશે પરંતુ એકવાર તમે તમારા બર્થ સર્ટિફિકેટને જોઇ લો કારણ કે, તાજેતરમાં AMCનાં જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જન્મ-મરણ નોંધણી વિભાગે બાળકનાં બર્થ સર્ટિફિકેટમાં લખેલા સરનામામાં પાકિસ્તાન લખી દીધું છે જેના કારણે વિવાદ સર્જાયો છે. ત્યારે આ ભૂલનો ટોપલો જન્મ-મરણ […]

Top Stories Ahmedabad Gujarat
AMD Birth Certificate AMCનાં જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી, બાળકનાં સર્ટિફિકેટમાં સરનામાનાં કેપ્સનમાં લખ્યું પાકિસ્તાન

શું તમારા બર્થ સર્ટિફિકેટમાં પાકિસ્તાન લખાયેલુ છે, વાંચ્યા બાદ તમને થોડી નવાઇ લાગશે પરંતુ એકવાર તમે તમારા બર્થ સર્ટિફિકેટને જોઇ લો કારણ કે, તાજેતરમાં AMCનાં જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. જન્મ-મરણ નોંધણી વિભાગે બાળકનાં બર્થ સર્ટિફિકેટમાં લખેલા સરનામામાં પાકિસ્તાન લખી દીધું છે જેના કારણે વિવાદ સર્જાયો છે. ત્યારે આ ભૂલનો ટોપલો જન્મ-મરણ વિભાગ અને વી.એસ. હોસ્પિટલ એકબીજા પર ઢોળી રહ્યું છે.

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. વટવા વિસ્તારમાં રહેતા અરબાઝ ખાન પઠાણનાં પુત્ર મોહમ્મદ ઉજ્જૈર ખાનનો 8-10-2018નાં રોજ વી.એસ.હોસ્પિટલમાં જન્મ થયો હતો. જન્મનાં પ્રમાણપત્રમાં જન્મ-મરણ વિભાગ દ્વારા વટવા પાકિસ્તાન રેલવે ક્રોસિંગ દર્શાવાયું છે. કોર્પોરેશનની આ ઘોર બેદરકારીને કારણે એક પરિવારે મુસીબતો ભોગવાનો વારો આવ્યો છે.

WhatsApp Image 2020 02 08 at 3.58.42 PM AMCનાં જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી, બાળકનાં સર્ટિફિકેટમાં સરનામાનાં કેપ્સનમાં લખ્યું પાકિસ્તાન

સમગ્ર મામલે હવે કોર્પોરેશનનું જન્મ-મરણ વિભાગ અને વી.એસ. હોસ્પિટલ બેદરકારીનો દોષ નો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યું છે, હેલ્થ અધિકારી ભાવિન જોશીએ સમગ્ર બેદરકારી વી.એસ. નાં આર.એમ.ઓ. ડો. ડી.વી. ડામોરને લીધે થઇ હોવાનું જણાવ્યું હતું. અધિકારીનું કેહવું છે કે, વી.એસ.હોસ્પિટલનાં દાખલમાં જ આર.એમ.ઓ. ની સહી સાથે પાકિસ્તાન લખેલું હતું જેના કારણે આ ભૂલ થઇ છે.

WhatsApp Image 2020 02 08 at 4.01.10 PM AMCનાં જન્મ-મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી, બાળકનાં સર્ટિફિકેટમાં સરનામાનાં કેપ્સનમાં લખ્યું પાકિસ્તાન

હાલ સીએએનાં કાયદાને લઈ આ મુસ્લિમ પરિવાર તેમના પુત્રનાં જન્મપ્રમાણ પત્રમાં પાકિસ્તાનનું સ્થળ કઈ રીતે સુધરાવશે તે અંગે મૂંઝવણમાં મુકાયું છે. ત્યારે બેદરકારી સામે આવતા આ પરિવારને સોમવારે અધિકારી ડોક્યુમેન્ટ તપાસ કર્યા બાદ આ ભૂલ ને સુધારશે. જન્મ-મરણ કેન્દ્રમાં અનેક અરજીઓ દિવસની આવતી હોય છે ત્યારે આ કિસ્સા પરથી તંત્ર કેવી નબળી કામગીરી કરે છે તે પુરવાર થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.