AMC/ સરખેજ અને જોધપુર વિસ્તારમાં ગેરકાયદે પાર્કિગ અને દબાણ હટાવવા માટે AMCની મેગા ડ્રાઇવ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે,તે અંતર્ગત આજે જોધપુર અને સરખેજ વિસ્તારમાં દબાણ અને ગેરકાયદે પાર્કિગ પર તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી

Top Stories Gujarat
1 24 સરખેજ અને જોધપુર વિસ્તારમાં ગેરકાયદે પાર્કિગ અને દબાણ હટાવવા માટે AMCની મેગા ડ્રાઇવ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે,તે અંતર્ગત આજે જોધપુર અને સરખેજ વિસ્તારમાં દબાણ અને ગેરકાયદે પાર્કિગ પર તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસના સંયુકત પ્રયાસથી આ મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી લોકો ગેરકાયદે પાર્કિગ અને દબાણ કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી જેના લીધે આજે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે ઇસ્કોન સર્કલથી લઇને કર્ણાવતી કલબ અને ઉજાલા સર્કલ સુધીમાં જે પણ ગેરકાયદે પાર્કિગ કરેલા વાહનો હતા તેમને જપ્ત કરવામાં આવ્યા હતા અને સર્વિસ રોડ પર સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોધુુપર વિસ્તારમાં પણ આ દબાણ હટાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે સરખેજ અને જોધપુર વિસ્તારમાં નાના મોટા થઇને 26 વાહનો જપ્ત કર્યા હતા અને સાત હજાર આઠસો દંડ પણ ફટકારવમાં આવ્યો હતો.આ મેગા ડ્રાઇવ જુદા જુજદા વિસ્તારમાં પણ હવે કરવામાં આવશે, સૂત્રોના જણાવ્યા અનુસાર દબાણ અને ગરકાયદે પાર્કિગ  કરનાર સામે કડક કાર્યવાહી કરવમાં આવશે.