Not Set/ અમેરિકના રાષ્ટ્રપતિએ અચાનક દુનિયાના 40 નેતાઓને વ્હાઈટ હાઉસમાં આપ્યું આમંત્રણ, આ હોય શકે છે મોટું કારણ

સમગ્ર દુનિયાના જળવાયું પરિવર્તન સામે લડી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વના અનેક દેશોમાં એવી અનેક કુદરતી આફતો સામે લડી રહ્યા છે,

Top Stories World
A 290 અમેરિકના રાષ્ટ્રપતિએ અચાનક દુનિયાના 40 નેતાઓને વ્હાઈટ હાઉસમાં આપ્યું આમંત્રણ, આ હોય શકે છે મોટું કારણ

સમગ્ર દુનિયાના જળવાયું પરિવર્તન સામે લડી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વના અનેક દેશોમાં એવી અનેક કુદરતી આફતો સામે લડી રહ્યા છે,જેના માટે જળવાયું પરિવર્તન જવાબદાર છે. આ સ્થિતિમાં દુનિયાની તમામ મહાસત્તાઓથી લઈ અનેક નાના મોટા દેશો પરેશાન છે.

આ સ્થિતિમાં હવે વૈશ્વિક જળવાયુ પરિવર્તનની ચર્ચા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનને એક વૈશ્વિક જળવાયુ સંમેલન બોલાયું છે અને આ માટે તેઓએ ભારતના પીએમ મોદી સહિત વિશ્વના 40 નેતાઓને વૈશ્વિક જળવાયુ સંમેલનમાં ચર્ચા માટે આમંત્રિત કર્યા છે.

આ પણ વંચો :બાંગ્લાદેશમાં PMના ફેશનની પણ ચર્ચા, ‘મુજીબ જેકેટ’ પહેરવા પાછળનું કારણ શું

મળતી માહિતી અનુસાર, આ વૈશ્વિક જળવાયુ સંમેલન આગામી 22 અને 23 એપ્રિલના રોજ વ્હાઇટ હાઉસમાં યોજાશે, જેમાં બિડેનને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિને પણ આમંત્રિત કર્યા છે, આ સંમેલનમાં જળવાયુ પ્રદૂષણ ઓછું કરવા પર કરાશે ચર્ચા.
બીજી તરફ રશિયા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બાઇડનનો આ નિર્ણય મહત્વનો મનાઇ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે, હાલમાં દુનિયામાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસના મહામારી વચ્ચે વૈશ્વિક સ્તરે સતત જળવાયુ ચિંતાનો વિષય બની રહ્યો છે, આ કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની તરફથી વૈશ્વિક જળવાયુ ચર્ચાનું આયોજન કરાયું છે.

આ પણ વંચો :ચીનના પરમાણુ બોમ્બર વિમાનો તાઇવાનની બોર્ડરમાં ઘૂસ્યા, 20 ફાઇટર વિમાનો સાથે સૌથી મોટી ઘુસણખોરી

આ પણ વંચો :આજે આ મંદિરોમાં પૂજા કરશે પીએમ મોદી, કરાઈ છે ખાસ તૈયારીઓ