Not Set/ અમેઠી : સુરેન્દ્ર સિંહની અંતિમ યાત્રામાં પહોચ્યા સ્મૃતિ ઈરાની, અર્થીને આપ્યો ખભો

ઉત્તર પ્રદેશ અમેઠીથી નવ ચૂંટાયેલા સાંસદ કેંન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીનાં નજીક રહેલા બરૌલિયા ગામનાં પૂર્વ પ્રધાનની કોઇ અજાણ્યા શખ્સોએ ગોળી મારી કથિત રીતે હત્યા કરી દીધી. જેને લઇને ઉત્તર પ્રદેશનાં ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યુ કે, પાર્ટી કાર્યકર્તાની મોત અત્યંત દુખદ છે. તે ઘણા પરિશ્રમી કાર્યકર્તા હતા. તેમણે સાથે કહ્યુ કે, ભલે તેમની હત્યા […]

Top Stories India
smruti અમેઠી : સુરેન્દ્ર સિંહની અંતિમ યાત્રામાં પહોચ્યા સ્મૃતિ ઈરાની, અર્થીને આપ્યો ખભો

ઉત્તર પ્રદેશ અમેઠીથી નવ ચૂંટાયેલા સાંસદ કેંન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીનાં નજીક રહેલા બરૌલિયા ગામનાં પૂર્વ પ્રધાનની કોઇ અજાણ્યા શખ્સોએ ગોળી મારી કથિત રીતે હત્યા કરી દીધી. જેને લઇને ઉત્તર પ્રદેશનાં ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યુ કે, પાર્ટી કાર્યકર્તાની મોત અત્યંત દુખદ છે. તે ઘણા પરિશ્રમી કાર્યકર્તા હતા. તેમણે સાથે કહ્યુ કે, ભલે તેમની હત્યા કરનાર પાતાળમાં કેમ ન છુપાયા હોય  તેમને પકડવામાં આવશે અને સખત કાર્યવાહી કરાશે. આ ઘટના અમેઠીમાં બની હતી. જ્યા તાજેતરમાં સાંસદ બનેલા સ્મૃતિ ઈરાની સુરેન્દ્ર સિંહનાં પરિવારને મળવા પહોચ્યા, જ્યા તેમણે અંતિમ યાત્રા દરમિયાન શવને પોતાનો ખભો પણ આપ્યો હતો.

અંતિમ યાત્રા બાદ સ્મૃતિ ઈરાનીએ આપી આ પ્રતિક્રિયા

લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્ર સિંહે સ્મૃતિ ઇરાનીનાં પ્રચારમાં મોટી ભૂમિકા ભજવી હતી. અહેવાલ અનુસાર, સુરેન્દ્ર સિંહનો પ્રભાવ ઘણા ગામોમાં છે, જેનો ફાયદો સ્મૃતિ ઇરાનીને ચૂંટણી પ્રચારમાં મળ્યો હતો. આપને જણાવી દઇએ કે, પોલીસનાં જણાવ્યા અનુસાર બાઈક સવાર બદમાશોએ સુરેન્દ્ર સિંહ પર ફાયરિંગ કર્યું હતું. ઇજાગ્રસ્ત પૂર્વ પ્રધાનને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ તેમને લખનઉ ટ્રોમા સેન્ટર રીફર કરી દીધા હતા. લખનઉ લઇ જવા દરમિયાન સુરેન્દ્ર સિંહએ તેમના છેલ્લા શ્વાસ લીધા.

અમેઠીનાં બરૌલિયા ગામનાં પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહને મોડી રાત્રે અજ્ઞાત બદમાશોએ ગોળી મારી હતી. તેમને સારવાર માટે લખનઉનાં ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા. સુરેન્દ્ર સિંહ અમેઠીથી હાલ લોકસભાની ચૂંટણી જીતીને આવેલ સ્મૃતિ ઇરાનીની ખૂબ જ નજીક હતા. ઉલ્લેખનીય છે કે બારોલિયા ગામને મનોહર પર્રિકરે દત્તક લીધું હતું.

મળતી માહિતી મુજબ બદમાશોએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો જ્યારે પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહ તેમના ઘરની બહાર સુઇ રહ્યા હતા. ઘટનાનાં સમાચાર મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ હત્યા પછી, સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળ પર ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતુ.