Not Set/ વડોદરા: ઉદ્યોગપતિ અમિત ભટનાગર CBIના સકંજામાં, ભટનાગર પર છે 2600 કરોડોનું દેવું

વડોદરા, વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગર પર CBIએ સકંજો કસ્યો છે અને ભટનાગરની ઓફિસ, ઘર અને ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન CBIના અધિકારીઓએ મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, અમિત ભટનાગર પર કરોડો રૂપિયાનું દેવું છે. ભટનાગરે 11 જેટલી બેંકોની લોનના 2600 કરોડ રૂપિયાની ભરપાઇ […]

Top Stories
WhatsApp Image 2018 04 05 at 2.32.42 PM 1 વડોદરા: ઉદ્યોગપતિ અમિત ભટનાગર CBIના સકંજામાં, ભટનાગર પર છે 2600 કરોડોનું દેવું

વડોદરા,

વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગર પર CBIએ સકંજો કસ્યો છે અને ભટનાગરની ઓફિસ, ઘર અને ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન CBIના અધિકારીઓએ મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, અમિત ભટનાગર પર કરોડો રૂપિયાનું દેવું છે. ભટનાગરે 11 જેટલી બેંકોની લોનના 2600 કરોડ રૂપિયાની ભરપાઇ બાકી છે.

CBI એ ગુરવારના રોજ વડોદરા સ્થિત એસ.એન ભટનાગરની ઇલેક્ટ્રીક કેબલ બનાવતી કંપની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ કંપની પર દરોડા પડ્યા હતા. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ કંપનીના ડીરેક્ટર એસ.એન ભટનાગર અને તેમના બે પુત્રો પર 11 બેંકો સાથે 2654 કરોડ રૂપિયાની ધોખાધડી કરવાના મામલે ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન CBIના અધિકારીઓએ એસ.એન ભટનાગરની ઓફિસ, ઘર અને ફાર્મ હાઉસથી મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે.

આપને જણાવી દઈએ કે DPILના કેસ પ્રમાણે જાણવા મળ્યું હતું કે ડાયમંડ કંપનીએ વર્ષ 2008 થી 11 બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન અને ક્રેડીટની સવલતો લીધી હતી. ત્યારબાદ કંપનીનું દેવું વર્ષ 2016 સુધીમાં 2,654 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. દર્શાવેલ દસ્તાવેજો મુજબ એસ એન ભટનાગરની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ કંપનીએ 11 બેન્કોમાંથી સૌથી વધારે એક્સીસ બેંક દ્વારા ટર્મ લોન અને ક્રેડીટ લોન આપવામાં આવી હતી.

જાણવા જેવી વાત તો એ છે કે રીઝર્વ બેંક દ્રારા ડિફોલ્ટર જાહેર થયા બાદ પણ કંપની અને તેમના ડાયરેક્ટરોને ટર્મ લોન અને ક્રેડીટ લોન આપવામાં આવી હતી. સીબીઆઇના સુત્રોના જણાવ્યા મુજબ ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ કંપનીએ બેંકોને ખોટા સ્ટોક સ્ટેટમેન્ટ આપતી હતી અને તેના પર 180 દિવસની ટર્મ લોન મેળવતી હતી.

એસ.એન ભટનાગરની કંપની પર બેન્ક સાથે 2654 કરોડ રૂપિયાની ધોખાધડી અંતર્ગત ડાયમંડ પાવરની 4 અલગ-અલગ ઓફિસ, ઘરો અને ફાર્મ હાઉસ પરદરોડા પડ્યા હતા. રીપોર્ટના જણાવ્યા મુજબ ગોવરા સ્થિત કોર્પોરેટ ઓફીસ, સામલ્યા ફેક્ટરી અને સેવાસીના ટોપ મેનેજમેન્ટ રેસીડેન્સ જેવી અલગ અલગ જગ્યાએ દરોડા પડવામાં આવ્યા હતા.