Not Set/ અમિત શાહ અને અસદુદ્દિન ઔવેસીનો લોકસભામાં જોવા મળ્યો એક રાગ!! જાણો શું છે મામલે !!!

લોકસભામાં આજે સદનમાં ચર્ચા સમયે ઉત્તર ઘ્રૃવ અને દક્ષિણ ઘ્રૃવ સમાન ગણાતા બે તદ્દન વિપરીત વિચારઘારાનાં લોકોનો એક મામલે એક વિચાર જોવામા આવ્યા હતો. જી હા વાત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ – AIMIMનાં પ્રમુખ અસદુદ્દિન ઔવેસી, અને મામલો હતો ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) સુધારા એક્ટ બિલ. અને ટાર્ગેટ હતું કોંગ્રેસ… ગૃહમંત્રી અમિત શાહનુું કોંગ્રેસને ચૂંપ […]

Top Stories India
amit owaisi અમિત શાહ અને અસદુદ્દિન ઔવેસીનો લોકસભામાં જોવા મળ્યો એક રાગ!! જાણો શું છે મામલે !!!

લોકસભામાં આજે સદનમાં ચર્ચા સમયે ઉત્તર ઘ્રૃવ અને દક્ષિણ ઘ્રૃવ સમાન ગણાતા બે તદ્દન વિપરીત વિચારઘારાનાં લોકોનો એક મામલે એક વિચાર જોવામા આવ્યા હતો. જી હા વાત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ – AIMIMનાં પ્રમુખ અસદુદ્દિન ઔવેસી, અને મામલો હતો ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) સુધારા એક્ટ બિલ. અને ટાર્ગેટ હતું કોંગ્રેસ…

ગૃહમંત્રી અમિત શાહનુું કોંગ્રેસને ચૂંપ કરી દેતું નિવેદન

amit shah 2 અમિત શાહ અને અસદુદ્દિન ઔવેસીનો લોકસભામાં જોવા મળ્યો એક રાગ!! જાણો શું છે મામલે !!!

લોકસભામાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) સુધારા એક્ટ બિલ વિશે ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસનાં સભ્યો દ્રારા વિરોધમાં દલીલ કરવામા આવતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસનો રીતસરનો ઉધડો લીધો હતો  અને કહ્યું હતું કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) સુધારા એક્ટ બિલ મામલે તમે પ્રશ્ન કરો છે ત્યારે એતો જુઓ કે, કાયદો કોણ લાવ્યું, કાયદામાં સુધારા કોના કારણે કરવા પડી રહ્યા છે. કાયદાનાં આટલો જડ કોણે બનાવ્યો. તમે(કોંગ્રેસ) સત્તામાં હતી. ત્યારે કાયદો લાવી, તમે ત્યારે જે કર્યું તે સાચું   કડક બનાવ્યું. જ્યારે તમે સત્તામાં આવ્યા ત્યારે તે લાવવામાં આવ્યું હતું, તમે જે ત્યારે કર્યું તે સાચું હતું અને હવે હું જે કરું છું તે પણ સાચું છે.

અસદુદ્દિન ઔવેસીએ પણ કોંગ્રેસને લીધી આડે હાથ

assasuddin અમિત શાહ અને અસદુદ્દિન ઔવેસીનો લોકસભામાં જોવા મળ્યો એક રાગ!! જાણો શું છે મામલે !!!

AIMIMનાં પ્રમુખ અસદુદ્દિન ઔવેસીએ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) સુધારા એક્ટ બિલ મામવે લોકસભામાં ચર્ચા સમયે કહ્યું કે હું કોંગ્રેસ પક્ષને આ માટે જવાબદાર ઠેરવી રહ્યો છું. આ કાયદો લાવવા માટે તેઓ મુખ્ય “ગુનેગાર” છે. જ્યારે તેઓ સત્તામાં હોય છે ત્યારે તેઓ ભાજપ કરતાં પણ મોટા કટ્ટરવાદી હોય છે. જ્યારે તેઓ સત્તા ગુમાવે છે ત્યારે તેઓ મુસ્લિમોનાં મોટા ભાઈ બને છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન