Bollywood/ અમિતાભ બચ્ચન આ ફિલ્મોના શૂટિંગમાં છે વ્યસ્ત, સર્જરીથી પડશે અસર?

અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું- ‘મેડીકલ કન્ડીશન..સર્જર .. હું લખી શકતો નથી, એ.બી.

Entertainment
A 403 અમિતાભ બચ્ચન આ ફિલ્મોના શૂટિંગમાં છે વ્યસ્ત, સર્જરીથી પડશે અસર?

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ માહિતી આપી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તબિયત બગડતી હોવાને કારણે તેમની સર્જરી કરાવવી પડશે. અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું- ‘મેડીકલ કન્ડીશન..સર્જર .. હું લખી શકતો નથી, એ.બી.

આ સમાચાર બહાર આવ્યા બાદ બિગ બીના ચાહકો ખૂબ નારાજ થયા. તેઓ સોશિયલ મીડિયા પર તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી ર પરેશાન થઇ રહ્યા છે. તેઓ એ પણ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે બિગ બીને કેમ સર્જરી કરાવવી પડશે. આવી સ્થિતિમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, આ સર્જરીની અસર તેમની આગમી ફિલ્મો કરશે કે કેમ?

આ પણ વાંચો : ઋત્વિક રોશન પહોંચ્યો ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ, આ મામલે થશે પુછપરછ

Amitabh Bachchan to undergo surgery due to a medical condition | Deccan  Herald

અમિતાભ બચ્ચનની બે ફિલ્મ્સ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. તે રૂમી જાફરી દિગ્દર્શિત ચેહરે અને નાગરાજ મંજુલેની ઝંડુમાં જોવા મળશે. બંને ફિલ્મ્સની રિલીઝ ડેટ જાહેર થઈ છે. એક તરફ, ચેહરે 30 એપ્રિલના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે, જ્યારે ઝુંડ 18 જૂને રિલીઝ થવાની છે.

આ પણ વાંચો : રાખી સાવંતની કેન્સરથી પીડિત માતાના સપોર્ટમાં આવ્યા આ અભિનેતા

આ સિવાય અમિતાભની એક મેગા બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ છે જેની રિલીઝની તારીખ જાહેર થઈ નથી અને તેનું શૂટિંગ પણ મોડુ થતું જોવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

Amitabh Bachchan loses his cool after being asked to die of coronavirus by  a troll | english.lokmat.com

આ સિવાય તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે અમિતાભ બચ્ચન પણ અજય દેવગન સાથેની ફિલ્મ મેડેમાં મહત્વની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મની વિશેષતા એ છે કે અજય દેવગન માત્ર તેમાં જ અભિનય કરી રહ્યો નથી, પરંતુ તે પોતે આ ફિલ્મનું દિગ્દર્શન પણ કરવા જઇ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહને પણ કાસ્ટ કરવામાં આવી છે, જે આ પહેલા અજય સંગ દે દે પ્યાર દેમાં શાનદાર કામ કરી ચુકી છે.

આ પણ વાંચો :  કરીના કપૂરથી લઈ, શાહિદ અને પ્રિયંકા ચોપરાના બેડરૂમ સિક્રેટ, રૂમમાં જઈ કરે છે કંઈક આવું

થોડા દિવસો પહેલા ફિલ્મના સેટનો એક ફોટો પણ સામે આવ્યો હતો. વળી, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે અમિતાભ બચ્ચન પાસે ઘણા વધુ પ્રોજેક્ટ છે જેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

હવે આ એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે અમિતાભે થોડા સમય પહેલા ખુદ એક એવી જ વસ્તુ ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું- Chehre Jhund Brahmastra, જલ્દીથી કંઈક શરૂ થશે અને, ફૂટશે નાળિયેર. અભિનેતાની આ ટ્વિટ બતાવે છે કે તેઓ ઘણી વધુ ફિલ્મો કરવા અંગે વિચારી રહ્યા છે અને જલ્દી જ તેમના વિશે સારા સમાચાર સાંભળી શકાય છે.

યાદ અપાવી દઈએ કે, ઉલ્લેખિત ઘણી ફિલ્મો પૂર્ણ થઈ ગઈ છે અને કેટલીક હજી બાકી છે. આવી સ્થિતિમાં, બધા અહીં આશા રાખીને બેઠા છે કે અભિનેતા જલ્દી સ્વસ્થ થઈ જશે અને પછી કામ પર પાછા આવશે.