Not Set/ અમરેલી / અસામાજિક તત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી

જિલ્લાના લાઠીમાં અકના રોડ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને અસામાજિક તત્વોએ તોડી નાખી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રતિમા તોડવાના કારણે નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. નાગરિકોએ પોલીસ પાસે માંગ કરી છે કે આવું કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. લાઠીના અકના રોડ ઉપર હરિકૃષ્ણ સરોવરનું બ્યુટિ ફીકેશન […]

Gujarat Others

જિલ્લાના લાઠીમાં અકના રોડ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને અસામાજિક તત્વોએ તોડી નાખી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રતિમા તોડવાના કારણે નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. નાગરિકોએ પોલીસ પાસે માંગ કરી છે કે આવું કૃત્ય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

લાઠીના અકના રોડ ઉપર હરિકૃષ્ણ સરોવરનું બ્યુટિ ફીકેશન કરવામાં આવ્યું છે. આ તળાવ પર મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. લોકો અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે.  ગઈકાલે રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ આ પ્રતિમાને તોડી નાખી હતી.આ સિવાય અન્ય રાષ્ટ્રીય ધરોહર ણે પણ વ્યાપન પ્રમાણમાં નુકશાન કરવામાં આવ્યું છે.  ઘટનાની જાણ થતાં જ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, ખેડૂત સંગઠનો અધિકારી સરોવર પાસે પહોંચ્યા હતા. ત્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાની દુર્દશા જોઈને રોષ વ્યક્ત કર્યો હતો. બધાએ પોલીસ પાસેથી ગુનેગારોને પકડીને કડક સજાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.