મેઘરાજા/ અમરેલી: ત્રીજા દિવસે વાતાવરણ પલટાયું, વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર

અમરેલી અને સાવરકુંડલાના વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. બપોર પછી ગરમીનો પ્રકોપ ઘટતા વાદળો જોવા મળ્યા.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 17T165851.147 અમરેલી: ત્રીજા દિવસે વાતાવરણ પલટાયું, વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર

અમરેલી અને સાવરકુંડલાના વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. બપોર પછી ગરમીનો પ્રકોપ ઘટતા વાદળો જોવા મળ્યા. અમરેલી અને સાવરકુંડલામાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો. આ સિવાય જીરા,બોરાળા, ખડકલા,ભુવા,જૂના,સાવાર અને સિમરન ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી. વાવણીના સમયે જ વરસાદ આવતા ધરતીપુત્રો આનંદમાં છે. વરસાદના આગમન સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી. જૂનના આગમનમાં થયેલા સામાન્ય વરસાદના કારણે લોકો અસહ્ય બફારો અનુભવતા હતા. પરંતુ મેઘરાજાની વિધિવત પધરામણીથી વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી છે.

આજે અમરેલી અને સાવરકુંડલ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ભાણવડ તાલુકામાં ભારે વરસાદ પડયો. ભાણાવડ સહિત ખંભાળિયામાં પણ ચોમાસાનો વરસાદી માહોલ જોવા મળ્યો. માત્ર બે કલાકમાં જ પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. મેઘરાજાનું આગમન થતા જ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતોનું કહેવું છે કે આ વખતે વાવણીલાયક વરસાદ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GIDC અંગે કોંગ્રેસના આરોપ તદ્દાન પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલાઃ ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: રાજકોટની સ્કૂલો ફરી વિવાદમાં, બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા સર્જાયો વિવાદ

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસની ‘ટ્રાફિક’ સામે કવાયત, રોંગ સાઈડ વાહન ચલાવતા બેસવું પડશે પોલીસ સ્ટેશન

આ પણ વાંચો: અમદાવાદમાં કાર ભાડે લઈ ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ