અમૃતપાલની પત્નીની ધરપકડ/ અમૃતપાલસિંહની પત્નીની એરપોર્ટ પર જ ધરપકડ, લંડન ભાગવાની ફિરાકમાં હતી

ભાગેડુ અમૃતપાલ સિંહની પત્નીને ગુરુવારે અમૃતસર એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. તે લંડન જઈ રહી હતી. પરંતુ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો.

Top Stories India
Amrit Kiran અમૃતપાલસિંહની પત્નીની એરપોર્ટ પર જ ધરપકડ, લંડન ભાગવાની ફિરાકમાં હતી

ભાગેડુ અમૃતપાલ સિંહની પત્નીને ગુરુવારે અમૃતસર એરપોર્ટ પરથી Amritpalsingh Wife arrested કસ્ટડીમાં લેવામાં આવી હતી. તે લંડન જઈ રહી હતી. પરંતુ ફ્લાઈટમાં ચઢતા પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો. અત્યારે અમૃતપાલ સિંહની પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

કોણ છે કિરણદીપ કૌર?

અમૃતપાલ સિંહે આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકેની એનઆરઆઈ કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા હતા. Amritpalsingh Wife arrested ફેબ્રુઆરીમાં અમૃતપાલ સાથે લગ્ન કર્યા પછી, કિરણદીપ કૌર પંજાબમાં શિફ્ટ થઈ ગઈ અને હાલમાં તે અમૃતપાલના મૂળ ગામ જલ્લુપુર ખેડામાં રહે છે. કિરણદીપના પરિવારના મૂળ જલંધરમાં હોવાનું કહેવાય છે.

કિરણદીપ અને અમૃતપાલના લગ્ન અભિનેતા-કાર્યકર દીપ સિદ્ધુએ ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા તરીકે સંભાળ્યાના મહિનાઓ પછી થયા હતા. અમૃતપાલ સિંહની પ્રવૃત્તિઓ માટે વિદેશી ભંડોળના મુદ્દે પંજાબ પોલીસે યુકેની એનઆરઆઈ કિરણદીપ કૌરની પૂછપરછ કરી હતી.

Amrit Kiran 1 અમૃતપાલસિંહની પત્નીની એરપોર્ટ પર જ ધરપકડ, લંડન ભાગવાની ફિરાકમાં હતી

ઉલ્લેખનીય છે કે વારિસ દે પંજાબનો પ્રમુખ અમૃતપાલ સિંઘ પંજાબમાં Amritpalsingh Wife arrested ખાલિસ્તાની ચળવળને પુનઃ જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આના પગલે પોલીસે તેના પર ધોંસ વધારી છે. તેના કારણે તે હાલમાં લપાતો છૂપાતો ફરે છે. તેની પત્ની પણ આ અંગે તેને સાથ આપતી હોવાનું કહેવાય છે. તેથી પોલીસની અમૃતપાલ સિંહ સાથે જોડાયેલા તેના દરેક કુટુંબી પર નજર છે.

પોલીસનું માનવું છે કે તેની પત્ની ભારતમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. Amritpalsingh Wife arrested આ ઉપરાંત તેની પત્ની પણ તેના માટે વિદેશમાંથી ખાલિસ્તાની ચળવળ માટે ભંડોળ ભેગું કરી રહી હોવાનું માનવામાં આવે છે. અમૃતપાલસિંહનું ચાલતુ ખાલિસ્તાની આંદોલન કેનેડા અને લંડનમાંથી એકઠા કરેલા નાણા પર આધારિત છે. પોલીસ હવે અમૃતપાલસિંહ અને તેમના સગાસંબંધીઓના નાણાકીય વ્યવહારો પણ ચકાસી રહી છે. આગામી સમયમાં પોલીસ અમૃતપાલસિંહના વધુને વધુ સગાઓને કસ્ટડીમાં લે તેવી સંભાવના પ્રબળ બની રહી છે. તેના બંને કાકાઓ તો શરણાગતિ સ્વીકારી જ ચૂક્યા છે.

 

આ પણ વાંચોઃ Congress Leader-Atik Grave/ અતીકને ભારત રત્નની માંગ, કબર પર તિરંગો અને ‘અમર રહે’ના નારા… કોંગ્રેસ નેતા રાજકુમારની ધરપકડ

આ પણ વાંચોઃ 2002 Gujarat Riots/ શું છે નરોડા ગામ કેસ? માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત 82 આરોપીઓ… 21 વર્ષ પછી આવી શકે છે કોર્ટનો નિર્ણય

આ પણ વાંચોઃ હીટવેવ/ ભારતનો 90 ટકા હિસ્સો હીટવેવના ઝોનમાંઃ લોકો ઉનાળામાં ચેતે