નિર્માણ/ રાજકોટમાં 135 એકરમાં અમૂલનું નિર્માણ કરાશે

રાજકોટમાં અમૂલનું નિર્માણ કરવામાં આવશે

Gujarat
amul રાજકોટમાં 135 એકરમાં અમૂલનું નિર્માણ કરાશે

આણંદ બાદ હવે રાજકોટમાં પણ અમૂલ સ્થપાશે, તાજેતરમાં જ રાજકોટ દૂધ સંઘ અને જીસીએમએમએફ ના સંયુક્ત ઉપક્રમે અમૂલ માઇક્રો એટીએમ ના ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટના આણંદપુરા નજીક અમૂલ ના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. જેને જિલ્લા કલેક્ટરે સમર્થન આપ્યું હતુ.આવનાર દિવસોમાં 135 એકર જમીનમાં અમૂલનું નિર્માણ કરવામાં આવશે. જે માટે વહીવટી તંત્ર દ્વારા જમીન આપવાની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં અમૂલ ડેરી  નું નિર્માણ થશે. જેનો લાભ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને થશે. રાજકોટ માટે આ ખૂબ જ મહત્વના માનવામાં આવતો પ્રોજેક્ટ છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર મામલે સત્તાવાર રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. આ વાતને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને પણ સમર્થન આપ્યું છે.

ભારતમાં સૌપ્રથમ કહી શકાય એવા રાજકોટ દૂધ સંઘ અને જીસીએમએમએફ   ના સંયુક્ત ઉપક્રમે અમૂલ માઇક્રો એટીએમનું  ઉદ્વઘાટન રાજકોટ દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ કર્યુ હતું. આ કાર્યક્રમ દરમ્યાન આગામી દિવસોમાં રાજકોટના આણંદપુર ગામ ખાતે 135 એકરમાં અમૂલ નું નિર્માણ થવાની જાહેરાત પણ કરાઈ હતી. જ્યારબાદ આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યું હતું.

રાજકોટમાં અમૂલ ડેરી નું નિર્માણ થતાં જ તેનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના પશુપાલકઓ તેમજ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને થશે. જ્યારે રાજકોટમાં હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ એઇમ્સ  નું નિર્માણકાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એવામાં રાજકોટમાં અમૂલ  બનાવવાની જાહેરાત થતાં  જ રાજકોટવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.