દૂધના ભાવમાં વધારો/ અમુલના મોંઘા થયા મોલઃ આજથી દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો

મોંઘવારીના માર વચ્ચે હવે અમુલ દૂધની કિંમતમાં પહેલી એપ્રિલથી વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લિટર બે રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. નવો ભાવવધારો આજથી લાગુ થશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે.

Top Stories Gujarat
Amul Price hike અમુલના મોંઘા થયા મોલઃ આજથી દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો

મોંઘવારી અટકવાનું નામ લેતી લાગતી નથી. Amul Price hike પડતા પર પાટુ પડતું હોય તેમ મોંઘવારીના માર વચ્ચે હવે અમુલ દૂધની કિંમતમાં પહેલી એપ્રિલથી વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લિટર બે રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. નવો ભાવવધારો આજથી લાગુ થશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. આ બાવવધારો અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ગાય, અમુલ તાજા અને અમુલ સ્લિમ એન્ડ ટ્રીમ બધા પર લાગુ પડશે. મોધવારીના માર વચ્ચે હવે અમૂલ દૂધની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી લાગૂ થશે. Amul Price hike ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો છે.

અમુલે છેલ્લા છ મહિનામાં દૂધના ભાવમાં બીજી વખત વધારો કર્યો છે. Amul Price hike આમ સ્વાભાવિક રીતે સામાન્ય માણસના ખિસ્સા પર સીધો દૂધનો માર પડશે. આના લીધે અમુલ તાજાની થેલી પ્રતિ 500 એમએલે 27 રૂપિયા અને એક લિટરે 54 રૂપિયામાં મળશે. જ્યારે અમુલ ગોલ્ડના ભાવ પ્રતિ 500 એમએલે 32 રૂપિયા અને પ્રતિ લિટરે 64 રૂપિયા ચૂકવવા પડશે. જો કે અમુક વિસ્તારોમાં તો અમુલ ગોલ્ડના પ્રતિ 500 એમએલ 34 અને પ્રતિ લિટર 68 રૂપિયા પણ લેવાય છે. અમલૂ ગાયના એક લિટર દૂધની કિંમત વધીને 56 રૂપિયા થઈ ગઈ છે. આમ પ્રતિ 500 એમએલ માટે તેના 28 રૂપિયા ચૂકવવા પડશે.

છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો થયો છે. Amul Price hike અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો  ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો આજથી લાગૂ થશે. આ પહેલા અમુલે ઓક્ટોબર 2022માં ભાવવધારો કર્યો હતો. આમ દર છ મહિને ભેવ વધારો કરવા તે જાણે અમુલની પરંપરા બની ગઈ છે.

તો બીજી તરફ દૂધ સાગર ડેરીએ પણ દૂધના ખરીદ ભાવમાં  20 રૂપિયાનો વધારો કર્યો છે. Amul Price hike આજથી પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે 770ના બદલે 790 રૂપિયા મળશે.  ડેરીના નિર્ણયથી પાંચ લાખ પશુપાલકોને  ફાયદો થશે. અમૂલ ડેરીએ પણ  દૂધના ખરીદ ભાવમાં 20 રૂપિયાનો વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. હવે  દૂધના પ્રતિ કિલો ફેટે હવે 800ને બદલે 820 રૂપિયા ચૂકવાશે.. નવો ભાવ વધારો આજથી અમલી કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2022માં બરોડા ડેરીએ ગોલ્ડમાં 5 લિટરે રૂા.10, તાઝામાં લિટરે રૂા.2નો વધારો કર્યો હતો. જ્યારે માર્ચ 2022માં શક્તિ અને ગોલ્ડમાં પ્રતિ લિટરે રૂા.2 કિંમત વધી હતી.ઉલ્લેખનિય છે કે, પશુ આહારમાં ઉપયોગમાં લેવાતા ઘાસચારા સહિતની કિંમત વધી જતાં ડેરીએ દૂધ ખરીદ કિંમતમાં વઘારી છે. જેના પગલે દૂધની કિંમતમાં પણ પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો થયો  છે.

 

આ પણ વાંચોઃ આરોપ/ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પર લાગ્યા ગંભીર આરોપ,વિપક્ષે કરી સ્વતંત્ર તપાસની માંગ

આ પણ વાંચોઃ GT Vs CSK/ IPLની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇને પાંચ વિકેટથી હરાવ્યું, શુભમન ગિલની સ્ફોટક બેટિંગ

આ પણ વાંચોઃ સ્થગિત/ રાહુલ ગાંધીનો ‘સત્યમેવ જયતે’ કાર્યક્રમ આ તારીખ સુધી સ્થગિત,જાણો