સુરેન્દ્રનગર/ લખતર ઝમર વચ્ચે સર્જાયો અકસ્માત, નીલગાય બાઈક સાથે અથડાતા બે પોલીસકર્મીઓનાં મોત

નીલગાય વચ્ચે આવી ગઈ હતી અને બાઈક સાથે જોરદાર અથડાઈ હતી. આ દરમિયાન રસ્તા પર બાઇકની સામે રોઝ આવી જતા બાઈકને ટક્કર વાગી હતી. જેમાં બંને પોલીસકર્મીઓનાં કરૂણ મોત થયા હતા.

Gujarat Others
અકસ્માત

હાલ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આવમાં સુરેન્દ્રનગરના લખતર પાસેથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક અકસ્માતની એક ઘટના બની હતી. હાઈવે પર બાઈક પર સવાર બે પોલીસકર્મીઓ જઈ રહ્યા હતા. આ સમયે અચાનક નીલગાય વચ્ચે આવી ગઈ હતી અને બાઈક સાથે જોરદાર અથડાઈ હતી. આ દરમિયાન રસ્તા પર બાઇકની સામે રોઝ આવી જતા બાઈકને ટક્કર વાગી હતી. જેમાં બંને પોલીસકર્મીઓનાં કરૂણ મોત થયા હતા. અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ વિભાગને કરવામાં આવી હતી. તો ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આ પોલીસકર્મીનું પણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલાં બંને પોલીસકર્મીઓનાં કરુણ મોત નીપજ્યા હતા. પોલીસકર્મીઓનાં મોત બાદ તેમના પરિવારમાં પણ ભારે શોક જોવા મળ્યો હતો.

આ ગોઝારા અકસ્માતનાં સમાચાર મળતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. આ સાથે મૃતક પોલીસ કર્મીઓનાં પરિવારમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે.

આ પણ વાંચો:મહેમદાવાદ બેઠક પર કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને રિપીટ કરાયા, ભાજપે આપી ફરીવાર ટિકિટ

આ પણ વાંચો:ભાજપે 2024ની લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી ,આજે મહત્વની બેઠક

આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં રોકવી પડી ‘કોંગ્રેસની ભારત જોડો યાત્રા’, જાણો શું છે કારણ?