કીમિયાગર/ ભાજપના પ્રદેશ પ્રમુખના નામે પ્રદેશ મંત્રીને જ ઠગવાનો પ્રયાસ

ભાજપના પ્રમુખ સીઆર પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ બહાર આવ્યો છે. તેમા પણ ઠગોએ આ ઠગાઈમાં અનોખો કીમિયો અજમાવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના નામે ભાજપના પ્રદેશ મંત્રી શીતલ સોનીને ત્યાં પાર્સલ આવ્યું હતું.

Top Stories Gujarat
YouTube Thumbnail 5 8 ભાજપના પ્રદેશ પ્રમુખના નામે પ્રદેશ મંત્રીને જ ઠગવાનો પ્રયાસ

નવસારીઃ ભાજપના પ્રમુખ સીઆર પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ બહાર આવ્યો છે. તેમા પણ ઠગોએ આ ઠગાઈમાં અનોખો કીમિયો અજમાવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલના નામે ભાજપના પ્રદેશ મંત્રી શીતલ સોનીને ત્યાં પાર્સલ આવ્યું હતું. આ પાર્સલ પ્રદેશ મંત્રી શીતલ સોનીએ 1,500 રૂપિયા ભરીને છોડાવવાનું હતું.

અજાણ્યા ઠગે નવસારી ખાતે મંત્રી શીતલ સોનીના ઘરે પાર્સલ મોકલ્યું હતું. પાર્સલ રૂપિયા ભરીને છોડાવવાનું હોઈ પ્રદેશ મંત્રી શીતલ સોની પણ વિચારમાં પડી ગયા હતા. તેમના જાણમાં હતું કે આવું આ પહેલા ક્યારેય થયું નથી તો પછી પ્રદેશ પ્રમુખને એવી તે કઈ જરૂર પડી કે 1,500 રૂપિયા ભરીને છોડાવવું પડે તેવું પાર્સલ મોકલ્યું. તેમણે શંકા જવાના પગલે તરત જ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે સંપર્ક સાધતા ઠગાઈના  આ અનોખા પ્રકારનો ખુલાસો થયો હતો. આના પગલે સચેત થઈ ગયેલા શીતલ સોનીએ તરત જ ફેસબૂક આ પ્રકારની ઠગાઈની પોસ્ટ કરીને ભાજપના કાર્યકરોને સતર્ક રહેવા જણાવ્યું હતું.

આ રીતે આવતા અજાણ્યા પાર્સલને લઈને ફક્ત ભાજપના કાર્યકરોએ જ નહી સામાન્ય લોકોએ પણ ચેતવાની જરૂર છે. આ રીતે તમે મંગાવ્યું ન હોય તેવું કોઈપણ અજાણ્યુ પાર્સલ ઘરે આવે તો લેતા ચેતવું. કમસેકમ પહેલા ફોન પર તો કન્ફર્મેશન લઈ જ લેવુ અને આવું કન્ફર્મેશન ન મળે તો તેને સ્વીકારવું નહીં.


whatsapp ad White Font big size 2 4 ભાજપના પ્રદેશ પ્રમુખના નામે પ્રદેશ મંત્રીને જ ઠગવાનો પ્રયાસ


આ પણ વાંચોઃ ICC Cricket World Cup 2023/ ચેન્નાઈની સંતુલિત પીચ પર ભારત ઓસ્ટ્રેલિયા સામે કેવો અભિગમ અપનાવશે?

આ પણ વાંચોઃ Israel/ ઈઝરાયેલમાં રહેતા ભારત નાગરિકો માટે મહત્વપૂર્ણ એડવાઈઝરી!

આ પણ વાંચોઃ ASIAN GAMES/ ભારત ફરી કબડ્ડી કિંગ બન્યું, ભારે વિવાદ બાદ ઈરાનને હરાવીને ગોલ્ડ જીત્યો