Cheating/ રાજકોટ રેન્જ ડીઆઈજી સંદિપસિંહ સાથે આ રીતે છેતરપીંડીનો થયો પ્રયાસ

રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપ સિંહના નામના નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી એક ભેજાબાજે છેતરપિંડી કરવાની કોશિશ કરી હતી.રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપ સિંહ નામના નકલી ફેસબુક એકાઉન્ટ

Gujarat
1

છેતરપિંડી આચરનારા ઓને જાણે હવે કોઈ સીમાડા નડતા નથી એટલું જ સામાન્ય પ્રજાના રક્ષકો હોય તેના સાથે પણ છેતરપિંડી કરવાના કિસ્સા સામે આવી રહ્યા તાજેતરમાં દિલ્હીના સીએમ કેજરીવાલની દીકરી સાથે ઓનલાઇન 34,000ની છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું હતું.તો આજે રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપ સિંહના નામના નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી એક ભેજાબાજે છેતરપિંડી કરવાની કોશિશ કરી હતી.રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપ સિંહ નામના નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી એક ભેજાબાજે ડીઆઈજીના મિત્રોને મેસેજ કર્યો હતો.જોકે કોઈ પૈસાની માંગણી કરવામાં આવી ન હતી પરંતુ ડીઆઈજી અને તેમના મિત્રોની સર્તકતાથી અંતે આ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. અને આ અંગે રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપ સંગે ફેસબુકને ફરિયાદ કરી છે.

Gujarat / દેશમાં પ્રથમ સુરતમાં 4 માંથી 2 અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું થશે નિર્માણ, પ્લેટફોર્મ બનશે ડબલડેકર

આ અંગે રાજકોટ રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપસિંહના જણાવ્યા અનુસાર કોઈ ભેજાબાજે તેમના નામનું એક ફેસબુક આઇડી બનાવ્યા બાદ તેમના મિત્રો ને ફેસબુક મારફતે સંદીપસિંહના નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. આ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા સંદિપસિંહે પોતાનું નવું એકાઉન્ટ બનાવ્યું હશે તેવું માનીને તેમના મિત્રોએ સંદીપ સિંહના નામના નકલી ફેસબુક એકાઉન્ટની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધી હતી.ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધા બાદ ભેજાબાજે સંદીપસિંહના મિત્રો ને મેસેજ કર્યો હતો જેમાં હાય અને હેલો કયર્િ બાદ મને થોડી તકલીફ છે તેવી વાત જણાવી હતી.

Covid-19 / આનંદો ગુજરાત…! આજે ગુજરાતમાં કોરોનાનાં કારણે કોઇનો જીવ નથી ગયો

ડીઆઈજી સંદીપસિંહના મિત્રોએ મોબાઈલ નંબર માગતા ભેજાબાજે તેનો ભાંડો ફુટી જશે તેવી ડર થી નકલી એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. આ બાબતે ડીઆઈજી સંદિપસિંહ મિત્રોએ એમને ફોન દ્વારા જાણ કરતાં અંતે સંદીપસિંહે તાત્કાલિક આ અંગે પોતાનું ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયા અંગેની પોસ્ટ તેમના પોતાના ઓરિજિનલ ફેસબુક આઇડી ઉપર મૂકી હતી.અને નવા ફેસબુક એકાઉન્ટની ફ્રેન્ડ રિક્વેસ્ટ નહીં સ્વીકારવાની પોતાના ફેસબુક મિત્રોને જાણ કરી હતી આ અંગે તેમણે પોતાના નામનું નકલી ફેસબુક એકાઉન્ટ બની ગયા અંગેની ફરિયાદ ફેસબુકમાં કરતા અંતે આ એકાઉન્ટ હાલ ડીલીટ કરી દેવામાં આવ્યું છે.

મોટી જાહેરાત / ગુજરાતનાં 6 કોર્પોરેશનનાં મેયર પદ માટે રિઝર્વેશન જાહેર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…