Funny Moment/ વિરાટની જગ્યાએ રમવા ઉતર્યો ઈંગ્લિશ ફેન, સુરક્ષાકર્મીઓએ પકડીને બહાર ફેંક્યો, Video

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં રોહિત શર્માનાં આઉટ થયા બાદ અચાનક મેદનામાં ઈંગ્લિશ ફેન જારવો મેદાનમાં આવી ગયો હતો.

Sports
1 37 વિરાટની જગ્યાએ રમવા ઉતર્યો ઈંગ્લિશ ફેન, સુરક્ષાકર્મીઓએ પકડીને બહાર ફેંક્યો, Video

ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સનાં મેદાન પર રમાઈ હતી. મેચનાં ત્રીજા દિવસે રોહિત શર્માની વિકેટ પડ્યા બાદ એક ઈંગ્લિશ ચાહક અચાનક બેટિંગ કરવા મેદાનમાં પહોંચ્યો હતો. આ ચાહક અન્ય કોઈ નહીં પણ જારવો છે, જેણે લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન પણ મેદાનમાં ઘૂસણખોરી કરી હતી. લોર્ડ્સ ટેસ્ટનાં ત્રીજા દિવસે જારવો બોલિંગ કરવા માટે મેદાન પર ઉતર્યો હતો. પરંતુ આ વખતે આ ચાહક બેટિંગ પેડ્સ પહેરીને મેદાનમાં ઉતર્યો હતો.

1 39 વિરાટની જગ્યાએ રમવા ઉતર્યો ઈંગ્લિશ ફેન, સુરક્ષાકર્મીઓએ પકડીને બહાર ફેંક્યો, Video

આ પણ વાંચો – Funny Moment / મ્યુઝિયમમાં ડાયનોસોર સાથે વાત કરતો જોવા મળ્યો પંત, શાર્દુલે આ રીતે લીધી મજા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચમાં ઈંગ્લિશ ચાહક જારવો ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. આપને જણાવી દઇએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે ફરી એક વખત ડેનિયલ જાર્વિસ ઉર્ફે જારવો 69 નામનો ઈંગ્લેન્ડ ચાહક મેદાનમાં આવી ગયો હતો. જણાવી દઇએ કે, જ્યારે રોહિત શર્મા લીડ્ઝ ટેસ્ટનાં ત્રીજા દિવસે આઉટ થયો ત્યારે જારવો મેદાન પર બેટિંગ પેડ્સ, હેલ્મેટ અને ગ્લબ પહેરીને પીચ પર પહોંચ્યો હતો. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ તેને પકડીને મેદાનની બહાર ફેંકી દીધો હતો. જારવોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આપને યાદ હશે કે છેલ્લી લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન જારવોએ ટીમ ઇન્ડિયાની જર્સી નંબર ’69’ પહેરીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો. તેણે સિક્યુરિટી ગાર્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમનાં સભ્ય તરીકે પોતાનો પરિચય આપ્યો. જારવોને આમ કરતા જોઈને મોહમ્મદ સિરાજ અને બાકીનાં ખેલાડીઓ હસવાનું રોકી શક્યા નહીં.

1 38 વિરાટની જગ્યાએ રમવા ઉતર્યો ઈંગ્લિશ ફેન, સુરક્ષાકર્મીઓએ પકડીને બહાર ફેંક્યો, Video

આ પણ વાંચો – Interesting / ટીમ ઈન્ડિયા વિરુદ્ધ આક્રમક બેટિંગ કરનાર આ ખેલાડી હવે ભારત તરફથી રમશે ક્રિકેટ

વળી, ભારતીય ટીમનાં અનુભવી સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને આ સાથે જોડાયેલ એક રમુજી ટ્વીટ કરી છે અને આ વ્યક્તિને વારંવાર મેદાનમાં ન આવવાની સલાહ પણ આપી છે. જારવો 69 એ વર્તમાન ટેસ્ટ સીરીઝમાં બીજી વખત આ કૃત્ય કર્યું છે અને લોકો તેને ખૂબ મજા માણી રહ્યા છે. ભારતીય ટીમનાં સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિને ત્રીજા દિવસની રમતનાં અંતે અને જારવો 69 વિશે ભારતીય ટીમનાં વખાણ કરતા રમુજી ટ્વીટ કર્યું અને લખ્યું કે,

“આજની રમત જેટલી સારી હોવી જોઇતી હતી, તેવી જ જોવા મળી.  રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી અને જારવોએ શાનદાર ઈરાદા અને ધીરજ બતાવી. આવી જ રીતે રમતા રહો મિત્રો અને જારવો આવુ કરવાનું બંધ કરો.”