સ્વદેશી એક્રાફ્ટ કેરિયર/ આત્મનિર્ભર ભારતનું એક આદર્શ ઉદાહરણ IAC “વિક્રાંત”

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પીએમ મોદી ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર (IAC) ‘વિક્રાંત’ રાષ્ટ્રને સોંપશે. નવું INS વિક્રાંત ભારતમાં બનેલ પ્રથમ એરક્રાફ્ટ કેરિયર છે. INS વિક્રાંતના પુનર્જન્મની વાર્તા

Mantavya Exclusive
અ 71 18 આત્મનિર્ભર ભારતનું એક આદર્શ ઉદાહરણ IAC "વિક્રાંત"

Written By: Parth Amin

  • પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર IAC “વિક્રાંત”
  • અત્યાધુનિક ટેક્નિકથી સજ્જ છે IAC ‘વિક્રાંત’
  • આ જહાજ રાષ્ટ્રીય એકતાનુ પણ પ્રતિક
  • INS વિક્રાંત દરિયામાં હરતું-ફરતું શહેર
  • ફાઈટર જેટ 3 સેકન્ડમાં ઉડી શકશે

સંરક્ષણ આત્મનિર્ભરતા ક્ષેત્રે ભારત દિવસેને દિવસે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પછી તે સેનાનું આધુનિકીકરણ હોય કે ટેકનોલોજીથી સજ્જ શસ્ત્રો અને સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. સંરક્ષણ આત્મનિર્ભરતાએ લાંબી છલાંગ લગાવી અને ભારતે મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને 2જી સપ્ટેમ્બર 2022 એ ભારતીય નૌકાદળ માટે ઐતિહાસિક દિવસ છે. કારણ કે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત પીએમ મોદી ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર (IAC) ‘વિક્રાંત’ રાષ્ટ્રને સોંપશે. નવું INS વિક્રાંત ભારતમાં બનેલ પ્રથમ એરક્રાફ્ટ કેરિયર છે. INS વિક્રાંતના પુનર્જન્મની વાર્તા

આ બીજી સપ્ટેમ્બર કેમ આપણા માટે ખરા અર્થમાં આઝાદીનો ગૌરવપ્રદ અમૃત મહોત્સવ છે? કારણ કે આઇએનએસ વિક્રાંત ભારતીય સમુદ્રની લહેરો પર સ્થિત થવા જઈ રહેલું એવું પહેલું યુદ્ધજહાજ છે જે ભારતમાં જ ડિઝાઇન થયું છે. એટલું જ નહીં, એનું પૂરું સર્જન પણ ભારતમાં જ થયું છે. ટૂંકમાં, ભૂતપૂર્વ ચીફ ઑફ નેવી સ્ટાફ ઍડ્મિરલ કરમબીર સિંહના શબ્દોમાં કહીએ તો આઇએનએસ વિક્રાંત આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાની સફળતાનું ઉદાહરણ છે.

અ 71 આત્મનિર્ભર ભારતનું એક આદર્શ ઉદાહરણ IAC "વિક્રાંત"

ઉત્તરી આયર્લૅન્ડના બેલફાસ્ટમાં 4 માર્ચ 1961ની ઠંડી સવાર હતી. ભારતના હાઈ કમિશનર વિજય લક્ષ્મી પંડિત બ્રિટનથી મેળવેલા HMS હર્ક્યુલસના ડેક પર પહોંચ્યા. વિજય લક્ષ્મીએ અહીં ભારતીય નૌકાદળનો ધ્વજ ફરકાવ્યો હતો. નૌકાદળમાં જોડાતાની સાથે જ આ એરક્રાફ્ટ કેરિયરનું નામ રાખવામાં આવ્યું- INS વિક્રાંત

વૉરશિપ ‘વિક્રાંત’ એટલે ૨૩ હજાર ટન સ્ટીલમાંથી બનેલું એક એવું અત્યાધુનિક જહાજ. જેમાં ૨૩૦૦ જેટલા કમ્પાર્ટમેન્ટ્સની સાથે જ હાઈ ડિગ્રી ઑટોમેશન મશીનરી તો છે જ, એ સિવાય પણ એની અનેક વિશેષતાઓ છે. આશરે ૨૦,૦૦૦ કરોડના ખર્ચે થયેલી આ પરિયોજના સંરક્ષણ મંત્રાલય અને CSL વચ્ચે થયેલા કરારો દ્વારા ત્રણ સ્ટેપમાં આગળ વધી હતી.

અ 72 આત્મનિર્ભર ભારતનું એક આદર્શ ઉદાહરણ IAC "વિક્રાંત"

આઇએનએસ વિક્રાંત (IAC -1) બનાવવામાં આવ્યું એ પહેલાં ભારતે આજ સુધી હંમેશાં બીજા દેશોમાંથી ઇમ્પોર્ટ થયેલાં યુદ્ધજહાજોનો ઉપયોગ કરવો પડ્યો છે. એટલું જ નહીં, એ પણ સેકન્ડહૅન્ડ યુદ્ધજહાજો. મતલબ કે, આપણે કોઈ દેશને જહાજ ખરીદવાનો ઑર્ડર આપ્યો હોય અને એ દેશે આપણા માટે નવું યુદ્ધજહાજ બનાવ્યું હોય એવું નથી. ઊલટાનું અત્યાર સુધી આપણે જે-તે દેશ પાસેથી એવાં જહાજો આપણી સુરક્ષા માટે ખરીદ્યાં હતાં. જે એ દેશની ફોર્સમાં ડિસકમિશન એટલે કે ડિસકન્ટિન્યુ થઈ ચૂક્યાં હોય. એ સંદર્ભે વિક્રાંત ઇન્ડિયન નેવીનું સૌથી પહેલું બ્રાંડ ન્યુ ઍરક્રાફ્ટ કૅરિયર વૉરશિપ છે.

ભારતે હમણાં સુધીમાં ત્રણ વૉરશિપ ખરીદ્યાં છે. જેમાં સૌથી પહેલું હતું વિક્રાંત. એ 1943માં મૅજેસ્ટિક લાઇટ ઍરક્રાફ્ટ કૅરિયર તરીકે બનાવવામાં આવ્યું હતું. 1945ની સાલના સપ્ટેમ્બર મહિનામાં એને લૉન્ચ પણ કરવામાં આવ્યું. જોકે એ ક્યારેય કમિશન્ડ થયું જ નહીં. ત્યાર બાદ 1957ની સાલમાં એને ભારતે ખરીદ્યું અને એમાં જરૂરિયાત મુજબના ફેરફારો કરવામાં આવ્યા. 1961ની સાલના માર્ચ મહિનામાં ઇન્ડિયન નેવલ ફોર્સમાં ભારતના પહેલા વૉરશિપ તરીકે વિક્રાંત કમિશન્ડ થયું. 1971ની પાકિસ્તાન સાથેની લડાઈમાં પરચો દેખાડનાર એ વિક્રાંત જ હતું. જેણે વેસ્ટ પાકિસ્તાનથી આવતા લૉજિસ્ટિક સપોર્ટને ઈસ્ટ પાકિસ્તાન સુધી પહોંચવા નહોતો દીધો અને આખરે પાકિસ્તાને સરેન્ડર કરવું પડ્યું હતું.

અ 72 1 આત્મનિર્ભર ભારતનું એક આદર્શ ઉદાહરણ IAC "વિક્રાંત"

૧૯૮૭ની સાલમાં નેવલ ફોર્સમાં બીજા એક વૉરશિપનો ઉમેરો થયો – INS વિરાટ. બ્રિટિશ નેવીમાં ૧૯૫૯માં કમિશન્ડ થયેલી આ વૉરશિપ ૧૯૮૪માં ડીકમિશન્ડ થઈ. ભારતે એને ખરીદી અને ઇન્ડિયન નેવીમાં ૧૯૮૭ની સાલમાં આઇએનએસ વિરાટ તરીકે કમિશન્ડ કરવામાં આવી. ૨૦૧૬ની સાલ સુધી વિરાટ એક લડાયક મિજાજ ધરાવતા બાહોશ સિપાહી તરીકે ભારતની સેવામાં રહ્યું અને ૨૦૧૬માં એને ડીકમિશન્ડ કરવામાં આવ્યું. વિરાટનું નામ આજે વિશ્વના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ઍરક્રાફટ કૅરિયર તરીકે સર્વિસ પૂરી પાડનારા જહાજ તરીકે અંકિત છે.

31 જાન્યુઆરી 1997 થી નૌકાદળમાંથી નિવૃત્તિ સુધી 36 વર્ષમાં INS વિક્રાંતે રાષ્ટ્રની મહાન સેવા કરી. 1971ના યુદ્ધમાં, INS વિક્રાંતે તેના સીહોક લડાકૂ વિમાનો સાથે બાંગ્લાદેશમાં ચટગાંવ, કોક્સ બજાર અને ખુલનામાં દુશ્મનના સ્થાનોને નષ્ટ કર્યા હતા.

અ 72 2 આત્મનિર્ભર ભારતનું એક આદર્શ ઉદાહરણ IAC "વિક્રાંત"

વિરાટ એની સેવાનિવૃત્તિએ પહોંચતાં જ એની ખાલી જગ્યા પૂરવા માટે ભારતીય નૌસેનામાં એન્ટ્રી થઈ INS વિક્રમાદિત્યની. ૧૯૮૭ની સાલમાં સોવિયેટ નેવીમાં કમિશન્ડ થયેલી આ વૉરશિપ મૂળ રશિયન કીવ ક્લાસ ઍરક્રાફટ કૅરિયર હતી, પરંતુ સોવિયેટ યુનિયન ભાંગી પડતાં ૧૯૯૪ની સાલમાં એને ડીકમિશન્ડ કરવામાં આવી. જેને ભારતે ખરીદી અને એને એક ફુલફ્લેજેડ ઍરક્રાફટ કૅરિયર તરીકે મૉડિફાઇડ કરી. ૨૦૧૩ની સાલમાં વિક્રમાદિત્ય તરીકે ઇન્ડિયન નેવલ ફોર્સમાં કમિશન્ડ કરવામાં આવ્યું. જે આજે પણ ભારતીય નૌસેનાના એક અજેય સિપાહી તરીકે ફરજ બજાવી રહ્યું છે.

 ૧૭ વર્ષના ગર્ભાધાન પછી વિક્રાંતનો પુનર્જન્મ થયો છે. ૨૦૦૪ની સાલમાં ભારતની સરકાર દ્વારા ઑફિશ્યલી એક વૉરશિપ બનાવવાનો ઑર્ડર આપવામાં આવ્યો હતો. જોકે એક અત્યાધુનિક વૉરશિપ બનાવવી એ કોઈ ખાવાના ખેલ નથી. એક એવી વૉરશિપ બનાવવાનું સ્વપ્ન જે ઍરક્રાફટ કૅરિયર હોય, ટેક્નૉલૉજિકલી મોસ્ટ ઍડ્વાન્સ હોય અને ફુલ્લી લોડેડ હોય એ સાકાર કરવા માટે એ-વન ક્વૉલિટીના સ્ટીલથી લઈને મોસ્ટ ઍડ્વાન્સ ડિઝાઇનિંગ સુધીની અનેક એવી બાબતો જેની ઝીણવટપૂર્વક કાળજી લેવી પડે છે. ડિઝાઇન, ટેક્નૉલૉજી, ઇનશિપ લોડ અને ઇનશિપ આર્ટિલરી જેવી અનેક બાબતો ડિઝાઇન કરવામાં બીજાં પાંચ વર્ષ નીકળી ગયાં. 1999ના કારગિલ યુદ્ધ પછી ભવિષ્યના સંકટને ધ્યાનમાં લઈને એક વિશાળ એરક્રાફ્ટ કેરિયર બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો જે સ્વદેશી હોય. ભારતીય નૌકાદળ પાસે યુદ્ધપોત ચલાવવાનો અનુભવતો હતો જ પણ બનાવવાનો નહિ. 2022માં આ પ્રોજેક્ટ ને અટલ સરકારની કેબિનેટે કમિટી ઓન સિક્યોરીટીમાં મંજુરી આપી. કોચીન શિપયાર્ડ લીમીટેડ (CSL) માં આનું કન્સ્ટ્રકશન શરુ થયું . શરૂઆતમાં આ 76:24 ના રેશિયોમાં બનવાનું હતું એટલે કે 76% ભારતીય સામાન અને 24% વિદેશી. 2005 સુધી બધુ યોગ્ય રીતે ચાલી રહ્યું હતું પરંતુ રશિયાએ વોરશીપ ગ્રેડ સ્ટીલ આપવાની મનાઈ કરી દીધી. આખરે ૨૦૦૯માં ભારતની પોતાની વૉરશિપ બનાવવાના કામની ખરા અર્થમાં શરૂઆત થઈ અને ૨૦૧૩માં એ લૉન્ચ કરવામાં આવી.

આફતને ફેરવ્યો અવસરમાં

પહેલાં ભારત સરકારે એવો નિર્ણય કર્યો હતો કે, આ વૉરશિપ બિલ્ડિંગ માટે હાઈ લેવલ સ્ટીલ ઇમ્પોર્ટ કરવામાં આવે. જોકે ત્યાર બાદ DRDO અને સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા કંપની દ્વારા વૉરશિપ ગ્રેડ લેવલનું DMR-A અને B ગ્રેડનું સ્ટીલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું જેના માટે ભારત રશિયા પર નિર્ભર હતું. ભારતે પોતે જ વોરશીપ ગ્રેડ સ્ટીલ બનાવવાનું શરુ કરતા જ ભારતની અન્ય દેશો પરની નિર્ભરતા પૂર્ણ થઇ ગઈ અને શરૂ થઈ એક દુષ્કર સ્વપ્ન સાકાર કરવાની અથાગ મહેનત. IAC-1, ૨૩,૦૦૦ ટન સ્ટીલમાંથી બનેલું વિક્રાંત ૨૬૨ મીટર લાંબી વૉરશિપ છે. એની પહોળાઈ ૬૨ મીટર છે અને ઊંચાઈ ૫૯ મીટર છે, તેનો રનવે 2 ફૂટબોલ ફિલ્ડ બરોબર છે. ૧૭૦૦ ક્રૂ મેમ્બર સાથે ચાલતી આ ઇન્ડિયન મેડ વૉરશિપમાં ૨૩૦૦ કમ્પાર્ટમેન્ટ્સ હશે. એમાં લેડી ઑફિસર્સ માટે સ્પેશ્યલાઇઝ્ડ કૅબિન પણ હશે. આમાં મલ્ટીસ્પેશીયાલિટી હોસ્પિટલ અને પુલ પણ છે. આ એક વખતમાં ઇંધણ ભરાવ્યા બાદ 45 દિવસ સુધી દરિયામાં રહી શકે છે. આને દરિયામાં જ રીફીલ કરી શકાય છે. ૧૪ ડેક લેવલવાળી આ શિપ દરેક દૃષ્ટિએ ભારતીય નૌકાદળ અને ઍરફોર્સની તાકાત વધારનારી છે.

અ 72 3 આત્મનિર્ભર ભારતનું એક આદર્શ ઉદાહરણ IAC "વિક્રાંત"

જૂનાં બે કૅરિયર્સ વિક્રાંત અને વિરાટે સી હૅરિયર ફાઇટર ઍરક્રાફ્ટની શરૂઆત કરી હતી, પરંતુ તેમની પાસે મર્યાદિત સ્ટ્રાઇકિંગ કૅપેબિલિટીઝવાળાં ઍર ડિફેન્સ કૅરિયર્સ હતાં. જ્યારે વિક્રમાદિત્ય અને હવે આ નવા વિક્રાંત પાસે લગભગ ૪૫,૦૦૦ ટનનું વહન કરી શકે એવાં મોટાં અને વધુ શક્તિશાળી મિગ 29, હળવા લડાકુ વિમાન(LCA), કામોવ-31, એમએચ-60આર હેલિકોપ્ટર યુક્ત 30 વિમાનો સાથે એર વિંગનું સંચાલન કરવામાં સક્ષમ હશે. સાથે જ સ્ટ્રાઇકિંગ કૅપેબિલિટીવાળાં ઍરક્રાફ્ટ્સ હશે. ઇટાલિયન શિપબિલ્ડર, ફિનકેન્ટેરીની કન્સલ્ટન્સી સાથે એ બનાવવામાં આવી છે.

જોકે INS ‘વિક્રાંત’ની તો વાત જ અનોખી છે. જ્યારે આપણા દેશે સ્વતંત્ર રીતે એક ટેકનોલોજી સજ્જ એવી વૉરશિપ ઘરઆંગણે બનાવી હોય ત્યારે ગૌરવ થાય અને છાતી ગજગજ ફૂલે; પણ સાથે જ વિશ્વ આખામાં વૉર ઇક્વિપમેન્ટ્સ કન્સ્ટ્રક્શન, ડિજિટલ ટેક્નૉલૉજી અને આર્ટિલરી ક્ષેત્રે આટલા ઍડ્વાન્સમેન્ટ માટે ડંકો વગાડી રહ્યા હોવાની ખુશી પણ થાય.

દેશને આ વૉરશિપ સમર્પિત કરવા પહેલાં એની ચાર વાર સમુદ્ર ટ્રાયલ્સ કરવામાં આવી. ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં પહેલા ફેઝની ટ્રાયલ થઈ. ત્યાર બાદ ઑક્ટોબર ૨૦૨૧માં બીજી અને ત્રીજી ટ્રાયલ થઈ ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં. જહાજની એક-એક ટેક્નૉલૉજી અને ઇક્વિપમેન્ટ્સની આ ટ્રાયલ દરમિયાન ઝીણવટપૂર્વક તપાસ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યાં અને ત્યાર બાદ ગયા જુલાઈ મહિનામાં છેલ્લી ટ્રાયલ બાદ આખરે સપ્ટેમ્બર મહિનાથી વિક્રાંત હવે ઇન્ડિયન નેવીમાં કમિશન્ડ થવા જઈ રહ્યું છે. વિક્રાંતના નિર્માણ સાથે જ ભારત એવા ગણતરીના દેશોમાં સામેલ થઈ ગયુ છે જેની પાસે ઘરઆંગણે વિમાન વાહક જહાજ ડિઝાઈન કરવાની અને નિર્માણ કરવાની ક્ષમતા છે.

ભારત પાસે રશિયા પાસેથી ખરીદેલુ વિમાન વાહક જહાજ ‘વિક્રમાદિત્ય’ પહેલેથી જ છે. આમ ભારત પાસે હવે બે એરક્રાફ્ટ કેરિયર થઈ જશે જયારે બીજી સપ્ટેમ્બરે કોચીના દરિયાકાંઠે આપણા આ મહાકાય વૉરશિપને કમિશન્ડ કરવામાં આવશે. આઝાદીનાં ૭૫ વર્ષ પછી આજે આપણે સ્વમાનભેર મસ્તક ઊંચું રાખીને દુનિયાને કહી શકીએ છીએ કે ભારતને કોઈ પણ કાળે હલકામાં લેવાની ભૂલ નહીં કરતા. મેડ ઇન ઇન્ડિયા એવી અમારી આ વૉરશિપ એનું જરાસરખું પણ મોઢું ખોલશે તો તમારું અસ્તિત્વ નહીં રહે.

અ 72 આત્મનિર્ભર ભારતનું એક આદર્શ ઉદાહરણ IAC "વિક્રાંત"

કોચીન શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલી આ વૉરશિપનાં અલગ-અલગ ઇક્વિપમેન્ટ્સ અને પાર્ટ્સ દેશનાં કુલ ૧૮ રાજ્યો અને યુનિયન ટેરિટરીઝનાં લગભગ ૫૦ જેટલાં અલગ-અલગ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ્સમાં બનાવવામાં આવ્યાં હતાં. અંબાલા, દમણ, કલકત્તા, જાલંધર, કોટા, પુણે અને દિલ્હી જેવાં અનેક શહેરોનાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટ્સનો વિક્રાંતના સર્જનમાં ફાળો છે. આ જહાજ રાષ્ટ્રીય એકતાનુ પણ પ્રતિક બનશે. કારણકે તેના સ્પેર પાર્ટસ સંખ્યાબંધ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બનીને આવ્યા છે.

જૂનાં બે કૅરિયર્સ વિક્રાંત અને વિરાટે સી હૅરિયર ફાઇટર ઍરક્રાફ્ટની શરૂઆત કરી હતી, પરંતુ તેમની પાસે મર્યાદિત સ્ટ્રાઇકિંગ કૅપેબિલિટીઝવાળાં ઍર ડિફેન્સ કૅરિયર્સ હતાં; જ્યારે વિક્રમાદિત્ય અને હવે આ નવા વિક્રાંત પાસે લગભગ ૪૫,૦૦૦ ટનનું વહન કરી શકે એવાં મોટાં અને વધુ શક્તિશાળી મિગ 29 જેવાં જબરદસ્ત સ્ટ્રાઇકિંગ કૅપેબિલિટીવાળાં ઍરક્રાફ્ટ્સ હશે.

સામાન્ય સંજોગોમાં ૧૮ નૉટ્સ એટલે કે ૩૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સેઇલ કરી શકે છે. આ ઝડપ સાથે લગભગ ૭,૫૦૦ નૉટિકલ માઇલ એટલે કે ૧૩,૮૦૦ કિલોમીટર સુધી સફર કરી શકે એટલી કૅપેબલ છે. ૨૩,૦૦૦ ટન સ્ટીલમાંથી બનેલા ભારતના આ ગૌરવપ્રદ મહાકાય જહાજમાં ૨૫૦૦ કિલોમીટર જેટલા લાંબા ઇલેક્ટ્રિક વાયરો અને ૧૫૦ કિલોમીટર જેટલા પાઇપ્સ સાથે ૨૦૦૦ વાલ્વ્સ છે. ૪ ગેસ ટર્બાઈન દ્વારા તેને શક્તિ મળશે.
આ સિવાય જહાજને લાંગરવા માટેનાં ઍન્કર્સ, લાઇફબોટ્સ (નાની બોટ), ઍરકન્ડિશનિંગ અને રેફ્રિજરેશન પ્લાન્ટ્સ, સ્ટિયરિંગ ગિયર્સ તો ખરાં જ; પણ એ સિવાય ૧૫૦ જેટલા પમ્પ્સ અને મોટર્સ અને કમ્યુનિકેશન સિસ્ટમ્સની સાથે કૉમ્બેટ નેટવર્ક સિસ્ટમ જેવી અનેક જટિલ ટેક્નૉલૉજી પણ અત્યંત ઍડ્વાન્સ લેવલની બનાવવામાં આવી છે.

નિરીક્ષકો કહે છે કે, ઇન્ડો-પેસિફિક યોજનામાં આ જહાજનું હિન્દ મહાસાગરમાં મહત્ત્વનું પ્રદાન બની રહેશે. ચીનની આ વિસ્તાર પરનું ક-નજરનો જવાબ બની રહેશે.

આ પણ વાંચો:વિશ્વવિખ્યાત યોગગુરુ પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજી થયા બ્રહ્મલીન

આ પણ વાંચો:ચીન લદ્દાખના પેંગોંગ ત્સો પાસે ‘સર્વેલન્સ રેડોમ’ બનાવી રહ્યું છે!સેટેલાઇટ તસવીરથી થયો ખુલાસો

આ પણ વાંચો:પોલીસે KRKની એરપોર્ટ પરથી કરી ધરપકડ, કોર્ટમાં કરાશે રજૂ