Not Set/ પુજારી રાત્રે પૂજા કરી ઘરે ગયા, સવારે આવી જોયું તો મૂર્તિ જ ગાયબ

તસ્કરો એટલી હદે સુરતમાં બેફામ બન્યા છે કે તેઓ હવે મંદિરમાં પણ ચોરી કરી રહ્યા છે. અને આવી જ એક વધુ ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે.

Gujarat Surat Trending
Untitled 45 પુજારી રાત્રે પૂજા કરી ઘરે ગયા, સવારે આવી જોયું તો મૂર્તિ જ ગાયબ

સુરતના ઉમરા સ્થિત આવેલા આદર્શનગરમાં મામાદેવના મંદિરમાંથી મામાદેવની મૂર્તિની ચોરી થઇ છે. અજાણ્યો ઈસમ મૂર્તિની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. સવારમાં ભક્તોને જાણ થતા લોકો મંદિરે આવી પહોચ્યા હતા અને સમગ્ર મામલે ઉમરા પોલીસને જાણ કરવામાં આવી છે.

તસ્કરો એટલી હદે સુરતમાં બેફામ બન્યા છે કે તેઓ હવે મંદિરમાં પણ ચોરી કરી રહ્યા છે. અને આવી જ એક વધુ ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. સુરતના ઉમરા સ્થિત આવેલા આદર્શનગરમાં વર્ષો જુનું મામાદેવનું મંદિર આવેલું છે. વહેલી સવારે મંદિરમાંથી મામાદેવની પ્રતિમાની ચોરી થઇ હતી. જેથી મોટી સંખ્યામાં ભક્તો મંદિર બહાર એકઠા થઇ ગયા હતા અને સમગ્ર મામલે ઉમરા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી.

છૂટછાટવાળું અનલોક / દિલ્હીમાં ઓડ ઇવન પદ્ધતિથી ખુલશે મોલ-બજારો, 50% ક્ષમતા સાથે મેટ્રો દોડશે

CM ને પત્ર / કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે CMને પત્ર લખી કરી આ માંગ…

મંદિર અમારી આસ્થાનું પ્રતિક છે

અશોકભાઈએ જણાવ્યું હતું કે આ મંદિર ૧૦૦ વર્ષ કરતા વધારે જુનું મંદિર છે. અને અમારી આસ્થાનું પ્રતિક છે. કોઈ પણ પ્રસંગ હોય અમે અહી પૂજા અર્ચના કરીએ છીએ. ગત રાત્રીના સમયે પૂજા કર્યા બાદ ઘરે ગયા હતા. અને સવારે આવીને જોયું તો અહીંથી મામાદેવની મૂર્તિ ગાયબ હતી. કોઈ અજાણ્યો ઇસમ મામાદેવની મૂર્તિ લઇ ગયો છે. અમે વિનંતી કરીએ છીએ કે જે પણ વ્યક્તિ મૂર્તિ લઇ ગયો હોય તે અહી પરત મૂકી જાય.

દુ:ખદ નિધન / મોરેશિયસના પૂર્વ પ્રધાનમંત્રીનું નિધન, ગુજરાતમાં પણ એક દિવસનો રાજકીય શોક

અમદાવાદ: ટુરીસ્ટ વિઝા પર ઈન્ડિયા આવી દેહવિક્ર્યનો વ્યવસાય કરતી કેન્યાની મહિલા ઝડપાઈ