જમ્મુ-કાશ્મીર/ શ્રીનગરમાં છાનપોરા પોલીસ ચોકી પાસે મળ્યો IED , સુરક્ષા દળોએ આતંકવાદીના કાવતરાને કર્યું નાકામ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં છાનપોરા પોલીસ ચોકી પાસે પોલીસ અને સુરક્ષા દળોને એક શંકાસ્પદ વસ્તુ મળી આવી છે. આ પછી બોમ્બ નિકાલની ટુકડીને ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી

Top Stories India
A 84 શ્રીનગરમાં છાનપોરા પોલીસ ચોકી પાસે મળ્યો IED , સુરક્ષા દળોએ આતંકવાદીના કાવતરાને કર્યું નાકામ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં છાનપોરા પોલીસ ચોકી પાસે પોલીસ અને સુરક્ષા દળોને એક શંકાસ્પદ વસ્તુ મળી આવી છે. આ પછી બોમ્બ નિકાલની ટુકડીને ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ શંકાસ્પદ વસ્તુ આઈઈડી ડિફ્યુઝ કરી દેવામાં આવી હતી. પોલીસ ચોકીની સામે જ આ પ્લાન કરવામાં આવ્યો હતો.

આ પહેલા ગયા મહિના  31 મેના રોજ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બે આઈઈડી શોધી કાઢ્યા અને નિષ્કિય કરીને હુમલા કરવા માટે આતંકવાદીઓની નકારાત્મક રચનાઓને નિષ્ફળ કરી હતી. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે એવી માહિતી મળી હતી કે આતંકીઓ આઈઈડી હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. ઝડપી કાર્યવાહી કરતાં, અવંતીપોરા વિસ્તારમાં (પુલવામા જિલ્લાના) બે જુદા જુદા સ્થળોએથી બે આઈઈડી મળી આવ્યા છે.

આ પણ વાંચો :દિલ્હીમાં ઓડ ઇવન પદ્ધતિથી ખુલશે મોલ-બજારો, 50% ક્ષમતા સાથે મેટ્રો દોડશે

સાથોસાથ પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટકોની સમયસર તપાસ કરીને આતંકવાદની બે મોટી ઘટનાઓ ટાળી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે પુલવામા જિલ્લાના પંઝગામમાં રેલ્વે લિન્ક રોડ નજીક આઈઇડીને પ્રથમ શોધી કાઢ્યું હતું, બોમ્બ નિકાલની ટુકડીએ આઇઇડીને કોઈ નુકસાન કર્યા વિના નાશ પામ્યો હતો, એમ તેઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :ટ્વિટરને ભારત સરકારે આપ્યું અલ્ટીમેટમ, નોટિસ મોકલીને નિયમો માનો નહીં તો થશે…

આ પણ વાંચો :મોરેશિયસના પૂર્વ પ્રધાનમંત્રીનું નિધન, ગુજરાતમાં પણ એક દિવસનો રાજકીય શોક