ગાંધીનગર/ રાજયના પાટનગરમાં બની ગ્રીષ્મા વેકરિયા જેવી ઘટના, સગીરાના ગળના ભાગે ઘા ઝીંકી યુવકે કાપી નાંખ્યું ગળું

ગુજરાતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો કેસ ટોપ ઓફ ધી ટાઉન છે ત્યારે રાજ્યના પાટનગરમાં પણ એવી જ એક ઘટના બની છે.  ગાંધીનગરના અમરાપુર નદીની કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગટુ કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા

Top Stories Gujarat
9 15 રાજયના પાટનગરમાં બની ગ્રીષ્મા વેકરિયા જેવી ઘટના, સગીરાના ગળના ભાગે ઘા ઝીંકી યુવકે કાપી નાંખ્યું ગળું

ગુજરાતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો કેસ ટોપ ઓફ ધી ટાઉન છે ત્યારે રાજ્યના પાટનગરમાં પણ એવી જ એક ઘટના બની છે.  ગાંધીનગરના અમરાપુર નદીની કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગટુ કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઘટના અંગે માહિતી મળતા સગીરાના કાકા ઘટના સ્થળે પહોંચીને 108ની મદદથી સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ સાથે દોડી આવી હતી. હાલમાં સગીરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે સ્થિતિ ગંભીર હોવાનું સુત્રો જણાવી રહી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગરના લીંબોદરા ગામે ધોરણ 12 માં અભ્યાસ કરતી સગીરા આજે શાળાની પરીક્ષા આપવા ગઇ હતી. તેવામાં બપોરના સમયે ગામમા રહેતા એક વ્યક્તિ સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. ત્યાર બાદ સંજયે સગીરાને કહ્યું કે, તારા કાકા તને બોલાવે છે તેમ કહીને બાઇક પર બેસાડીને અમરાપુર નદીની કોતરોમાં લઇ ગયો હતો. અહીં થોડી વાતચીત કર્યા બાદ તેણે બળજબરી શરૂ કરી હતી.  સગીરાએ પ્રતિકાર કરતા બંન્ને વચ્ચે રકઝક ચાલી રહી હતી ત્યારે ઉશ્કેરાયેલા સંજયે ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળુ કાપી નાખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સગીરાએ જેમ તેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવી લીધા હતા. જેના પગલે તેના કાકા પણ કોતરમાં દોડી ગયા હતા. 108 એમ્બ્યુલન્સ તેમ જપોલીસને બોલાવી લીધી હતી. હાલ સગીરાની સ્થિતિ ક્રિટિકલ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હાલ પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે. અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.