Not Set/ ગુગલ પ્લસને બનાવનાર છે એક ભારતીય, માઈક્રોસોફ્ટમાં પણ કરી ચુક્યા છે કામ

ગુગલ કંપનીએ પોતાનાં સોશિયલ નેટવર્ક ગુગલ પ્લસ (Google +) ને બંધ કરવાની ઘોષણા કરી છે. એક ડેટા બગને કરને પચાસ હજાર જેટલા લોકોના પર્સનલ ડેટા ચોરી થયા બાદ આ નિર્ણય લેવાયો છે. પણ શું તમે જાણો છો કે ગુગલ પ્લસ બનાવનાર માણસ કોણ છે? ગુગલ પ્લસ બનાવનાર વ્યક્તિ એક ભારતીય છે. વિવેક ગંડોત્રાને સિલિકોનવેલીમાં લોકો […]

Top Stories Tech & Auto
google plus founder ગુગલ પ્લસને બનાવનાર છે એક ભારતીય, માઈક્રોસોફ્ટમાં પણ કરી ચુક્યા છે કામ

ગુગલ કંપનીએ પોતાનાં સોશિયલ નેટવર્ક ગુગલ પ્લસ (Google +) ને બંધ કરવાની ઘોષણા કરી છે. એક ડેટા બગને કરને પચાસ હજાર જેટલા લોકોના પર્સનલ ડેટા ચોરી થયા બાદ આ નિર્ણય લેવાયો છે. પણ શું તમે જાણો છો કે ગુગલ પ્લસ બનાવનાર માણસ કોણ છે?

ગુગલ પ્લસ બનાવનાર વ્યક્તિ એક ભારતીય છે. વિવેક ગંડોત્રાને સિલિકોનવેલીમાં લોકો વિક ગંડોત્રાનાં નામે ઓળખે છે. તેઓનો જન્મ મુંબઈમાં થયો હતો. મુંબઈની ડોન બોસ્કો સ્કુલમાં તેઓ ભણ્યા હતા. ત્યારબાદ તેઓએ આઇઆઇટી ચેન્નઈમાંથી બીટેક કર્યું હતું. વિવેક ત્યારબાદ અમેરિકા ગયાં અને ત્યાજ સ્થાયી થઇ ગયાં. અત્યારે તેઓ 50 વર્ષનાં છે.

1991માં તેઓ માઈક્રોસોફ્ટમાં નોકરી કરતાં હતા. ત્યારબાદ 2007માં ગુગલમાં જોડાયા હતા. ત્યાં તેઓ સોશિયલ વાઈસ પ્રેસિડેન્ટ હતા. ત્યાં જ એમને બ્રેડલે સાથે મળીને ગુગલ પ્લસ તૈયાર કર્યું. ગુગલ પ્લસ 2011માં લોન્ચ થયું હતું.

ગુગલ પ્લસ એટલું લોકપ્રિય બન્યું નહી અને એનાં યુઝર્સની સંખ્યા ઘટવા લાગી હતી. એને ધ્યાનમાં રાખીને ગુગલે પહેલાં જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ ગુગલ પ્લસની સેવા 2019 માં બંધ કરી દેશે.

માનવામાં આવે છે કે ગુગલ મેપ્સ અને ગુગલ આઈઓને બનાવાની શરૂઆતમાં વિવેકે ખાસ ભૂમિકા નિભાવી હતી. 2014માં વિવેકે ગુગલ છોડી દીધું હતું.

હાલ તેઓ પોતાનું એક સ્ટાર્ટ અપ ચલાવી રહ્યાં છે. મેડીકલ ડીવાયસ અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની કંપની અલાઈવકોરમાં તેઓ સીઈઓ છે. વર્ષ 2003 માં વિવેક એમાઈટી ટેકનોલોજી રીવ્યુમાં દુનિયાના ટોપ 100 ઈનોવેટર્સ માં પસંદ થયાં હતા. ત્યારે તેઓ 35 વર્ષનાં હતા.