Accident/ વડોદરા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલ વૃદ્ધનું અકસ્માતમાં મોત

વડોદરા શહેર પાસે આવેલ ઉંડેરા ગામમાં માતાજીના મંદિરે દર્શન કરીને પાછાં ફરી રહ્યાં હતાં. આ દરમિયાન સાઈકલ સવાર વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Gujarat Vadodara
corona 49 વડોદરા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલ વૃદ્ધનું અકસ્માતમાં મોત

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા શહેર નજીકથી ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વડોદરા શહેર પાસે આવેલ ઉંડેરા ગામમાં માતાજીના મંદિરે દર્શન કરીને પાછાં ફરી રહ્યાં હતાં. આ દરમિયાન સાઈકલ સવાર વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. છેલ્લા 5 દિવસથી સારવાર પર રહેલા વૃદ્ધનું મોત નીપજતાં પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, 30 ડિસેમ્બરના રોજ વડોદરામાં આવેલ ઉંડેરા ખાતેની નવી વસાહતમાં રહેતા 63 વર્ષનાં રતનસિંહ ચૌહાણ ઉંડેરામાં  તળાવ પાસે આવેલ મહાકાળી માતાના મંદિરે દર્શન કરીને સાઈકલ લઇ પાછાં ઘરે આવી રહ્યા રહ્યા હતા. ત્યારે નાળા નજીક કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો તેમજ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

મહત્વનું છે કે, રતનસિંહ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજતાં જવાહરનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો